અમદાવાદના ફરદીન શેખ, UPના ઝીશાન અલીએ હુમલાનો પ્લાન ઘડ્યો: ATSને ચેટમાં શંકાસ્પદ વિગતો મળી: દિલ્હીનો મોહમ્મદ ફૈક પાકિસ્તાનીના સંપર્કમાં હતો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
23 જુલાઈ, 2025ના રોજ ઈન્સ્ટાગ્રામ પર ડમી એકાઉન્ટ બનાવી દેશવિરોધી પોસ્ટ મૂકી ઉશ્કેરણી કરનારા અલકાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનન્ટ (અચઈંજ) સાથે જોડાયેલા ચાર આતંકવાદી ઝડપાયા હતા. ગુજરાત અઝજની ટીમે અમદાવાદના ફતેવાડી, મોડાસા, દિલ્હી અને નોઇડામાં એકસાથે રેડ પાડીને આ ચારેય આતંકવાદીને દબોચી લીધા હતા.
અઝજએ સૌથી પહેલા ફતેવાડીના ગુલમહોર ટેનામેન્ટમાં રહેતા મોહંમદ ફરદીન મોહંમદ રઈસ શેખની ધરપકડ કરી હતી. તેની પાસેથી ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર ઉશ્કેરણી કરતું સાહિત્ય મળ્યું હતું. મોહંમદ ફરદીન પાસેથી અન્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટધારકો વિશે માહિતી એકત્રિત કરીને અઝજએ મોડાસાના વિનાયક સિનેમા ભોઈવાડા ખટીકવાડામાં રહેતા સૈફુલ્લાહ કુરેશી મોહંમદ રફીકની પણ ધરપકડ કરી હતી. આ સાથે દિલ્હી અને ઞઙના નોઇડાથી પણ બે આરોપીને ઝડપી પાડ્યાં હતા.
ગુજરાત એટીએસ દ્વારા આ ચારેય આતંકીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવતા કેટલાક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ આતંકીઓ ભારતમાં મોટી આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો. મોટી કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ ચારેય આતંકી અરબી દેશમાં ફરાર થવાના હતા. આ સાથે તપાસમાં એ પણ ખૂલ્યું છે કે બે પાકિસ્તાની વ્યક્તિ સાથે દિલ્હીનો મોહમ્મદ ફૈક કનેક્શનમાં હતો. હવે પાકિસ્તાનની કઈ વ્યક્તિની મદદથી આ લોકો કનેક્ટ થતા એ જાણવા માટે સેન્ટ્રલ એજન્સી પણ તપાસમાં જોડાઈ છે.
ચારેય આતંકીઓ જેહાદી સાહિત્ય વાંચ્યા બાદ કટ્ટરવાદી બન્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ આતંકીઓએ ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ટેરર ગ્રુપ બનાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ વીડિયો કોલ પર વાતચીત પણ કરતા હતા, સાથે પોલીસ પકડી ન શકે એ માટે ઈન્સ્ટાગ્રામમાં ઓટો ડિલિટ રાખતા હતા, જે ગ્રુપમાં કરેલી વાતચીત ચેટ જાતે ડિલિટ થઈ જતી હતી. હાલમાં આતંકીઓની તપાસ માટે સેન્ટ્રલ એજન્સીઓ અમદાવાદ આવી છે. આગામી તપાસમાં મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય એમ નથી.
- Advertisement -
આતંકી હુમલા માટે ઝીશાને હથિયાર પણ વસાવ્યા હતા
અઝજની તપાસમાં આતંકીઓની વાતચીતની સોશિયલ મીડિયા પરની ચેટમાં પણ મોટો ઘટસ્ફોટ થયો છે. ચારેય આરોપી સાતથી વધુ ગ્રુપમાં આતંકીઓ સાથે જોડાયેલા હતા. આ ગ્રુપમાં 20થી વધુ સભ્ય હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આતંકીઓ ભારતમાં આતંકી પ્રવૃત્તિ બાદ ભાગી જવાનું નક્કી કર્યું હતું. અમદાવાદનો ફરદીન શેખ અને યુપીના નોઇડા ઝીશાન અલી ખુદ પોતાની જાતે આતંકી હુમલો કરવા પ્લાનિંગ કરી રહ્યા હોવાનું ખૂલ્યું છે, જેમાં નોઈડાના ઝીશાને હથિયાર પણ વસાવ્યાં હતાં, જ્યારે અન્ય બે આતંકી મોહમ્મદ ફૈક અને સેફુલ્લા કુરેશી અન્ય યુવાનોને કટ્ટરવાદી બનાવીને આતંકી હુમલા માટે ષડ્યંત્ર રચવાનું પ્લાન કરી રહ્યા હતા.