બાંગ્લાદેશના મોસ્ટ વૉન્ટેડ અબુ તાલ્હા સાથે ટેલીગ્રામ દ્વારા સતત કોન્ટેક્ટમાં હતાં
રાજકોટ પરથી મોટી ઘાત ટળી: ATSની સતર્કતાના કારણે આતંકીઓના મનસુબા નિષ્ફળ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એટીએસ દ્વારા રાજકોટના સોની બજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદીઓ ઝડપી પાડવામાં આવ્યા છે, આ ત્રણેય આતંકવાદીઓ અલકાયદાના ટોચના ત્રાસવાદી અબુ તાલ્હા સાથે સંપર્કમાં હોવાનો ધડાકો થયો છે. થોડા દિવસ પહેલા રાજકોટમાંથી ઝડપાયેલા અલકાયદાના ત્રણ આતંકવાદીઓ બાંગ્લાદેશમાં રહી રહેલા અબુ તાલ્હા સાથે સંપર્કમાં હતા અને ટેલીગ્રામ એપ્લીકેશન દ્વારા તેની સાથે સંદેશ વ્યવહાર કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે, અલકાયદાના ગુજરાત મોડયુલનો મેઇન હેન્ડલર અબુ તાલ્હાને બાંગ્લાદેશનીલો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ હાલમાં ઝડપી લીધો છે.
ગુજરાત એટીએસે ગૃહમંત્રાલય અને વિદેશ મંત્રાલયના સહકરથી તેને ગુજરાત પાછો લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તાલ્હાને ગુજરાત લાવવાની કાયદાકીય પ્રક્રિયાઓ પુરી થવામાં થોડો સમય લાગી શકે છે. એટીએસના અધિકારીઓનું માનવુ છે કે તેની પૂછપરછથી માત્ર ગુજરાત જ નહીં પણ દેશના અન્ય ભાગોમાં ચાલતા અલકાયદના મોડયુલાનો માહિતી પણ બહાર આવશે.
- Advertisement -
અબુ તાલ્હા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી
અબુ તાલ્હા અલ કાયદાનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે અને અલકાયદાનાગુજરાતના વિવિધ મોડયુલોનો મેઇન હેન્ડલર છે. અબુ તાલ્હાની સામે ભારતમાં 10 જેટલા કેસ નોંધાયા છે. ઢાકા પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ઇકરામુલ હક ઉર્ફે અબુ તાલ્હા ભારતીય ઉપખંડમાં આતંકવાદી સંગઠન અલ કાયદાનો ટોચનો નેતા છે. ભારતમાં તેની સામે ઓછામાં ઓછા 10 કેસ નોંધાયેલા છે. તે ભારતની વિવિધ એજન્સીઓની નજરમાં મોસ્ટ વોન્ટેડ આરોપી છે. કોલકાતા એસટીએફને તાજેતરમાં તેની સામે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી હતી. આ માહિતીના આધારે બાંગ્લાદેશ પોલીસે દરોડામાં અબુ તાલ્હાની પત્ની સાથે ધરપકડ કરી છે.