3 માસની બાળકી બીમાર હોવાથી ભૂવાએ અગરબત્તીના ડામ આપ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
ડામ આપવાની કુપ્રથાનો ભોગ બાળકો બની રહ્યા છે. રાજકોટમાં ડામ આપતા 3 માસની બાળકીનું મોત થયુ છે. તેમાં બાળકી બીમાર હોવાથી અગરબત્તીના ડામ આપ્યા હતા. જેમાં જોરાવરનગરની બાળકીને ભૂવાએ ડામ આપ્યા હતા. ત્યારે જયંત પંડ્યાએ જણાવ્યું છે કે આવા ડામ આપવા અમાનવીય
કૃત્ય છે.
વધુમાં જયંત પંડ્યાએ જણાવ્યું છે કે માતા અને પિતા અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે. પીએમ બાદ સાચી હકીકત સામે આવશે. ડામ આપી અત્યંત ખરાબ કામ કરવામાં આવ્યું છે. તેમજ જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી થાય અને કુપ્રથાને પગલે આવી ઘટનાઓ બને છે. રવિવારના સાંજે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતુ. જેમાં જનાના હોસ્પિટલ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમાં ભૂવા દ્વારા ડામ આપવામાં આવતા બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.
જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આવ્યા હતા અને જણાવ્યું હતુ કે બાળકીના મોતને લઈને કસૂરવાર બચી ન જાય એવી દાખલા રૂપ કાર્યવાહી થાય તેમ જોશું. બાળકોને પેટના ભાગે ડામ આપીને અત્યંત ખરાબ કામ કરવામાં આવ્યું છે. જેમાં માતા અને પિતા અંધશ્રદ્ધામાં ગળાડૂબ થઈ ગયા છે. તેમજ પીએમ બાદ સાચી હકીકત સામે આવશે તેવી રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે.