મતગણતરીની કામગીરીમાં ગેરહાજર શિક્ષકનું વોરંટ જારી કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રા શહેરની શાળા નંબર 2ના શિક્ષકનું ધરપકડ વોરંટ નીકળતા તાત્કાલિક હાજર થયા હતા મતગણતરી કામગીરીમાં ગેરહાજર રહેનારા શિક્ષકનું ધ્રાંગધ્રા ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢિયાર દ્વારા ધરપકડ વોરંટ જારી કર્યું હતું જે બાદ તાત્કાલિક ગેરહાજર રહેનારા શિક્ષક મામલતદાર સમક્ષ હાજર થયા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે મતગણતરી કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઇ ચૂંટણી પણ પછી ઠેલવા તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે મતગણતરીના અપડેટ માટે તમામ શિક્ષકોને ફરજિયાત હાજરી આપવા માટે આદેશ છતાં કેટલાક શિક્ષકો દ્વારા ગેરહાજર રહેતા કડકાઈ શરૂ કરી છે.
- Advertisement -
જેમાં ધ્રાંગધ્રા શહેરના પે.સેન્ટર શાળા નંબર 2ના શિક્ષક (ઇકઘ) બેચરભાઈ સાંબડ પ્રશાસનના આદેશનો અનાદર કરી આવશ્યક કામગીરીમાં પણ ગેરહાજર રહેવા બદલ ધ્રાંગધ્રા ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢિયાર દ્વારા ધરપકડ વોરંટ જારી કર્યું હતું જોકે આ અંગે શિક્ષક બેચરભાઈને જાણ થતા જ તેઓ દ્વારા તાત્કાલિક મામલતદાર સમક્ષ હાજર થયા હતા.



