ખાસ-ખબર ન્યૂઝ કાબુલ, તા.1
તાલિબાનોનું સામ્રાજ્યમાં સતત કઠોર અને કઠોર બનતું જાય છે. તાલિબાન પોલીસે 90,000 સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે. તે દ્વારા તાલિબાનો 60 લાખ લોકોની નંબર પ્લેટ શરૂૂ કરી તેમના મોંના હાવભાવ પણ જાણી શકાય છે. તાલિબાનોના પ્રવક્તા ખાલીદ ઝદરાને બીબીસીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અમે અહીં બેઠા બેઠા કાબુલ અને તેની આસપાસના વિસ્તારો ઉપર નજર રાખી શકીએ છીએ. ઉપરાંત ઘણા લોકો પણ અમોને સાથ આપે છે, અને પાડોશમાં કોઈપણ ચીજ વસ્તુ કે માનવી શંકાસ્પદ જણાય તો તુર્ત જ પોલીસને જાણ કરે છે. સત્તાવાળાઓ કહે છે કે આ જાસૂસી નેટવર્ક ગુનાખોરી દબાવી શકશે. પરંતુ ટીકાકારો કહે છે કે તાલિબાન આ જાસૂસીતંત્રનો ઉપયોગ લોકો શરીયાતના કાયદા પ્રમાણે જીવે છે કે કેમ તે જોવા માટે કરવામાં આવશે. સાથે કઠોર નૈતિક કાનૂનો અમલી કરાવવામાં તે તાલિબાનોને ઉપયોગી થશે. આ દર્શાવે છે કે ઇ.સ. 20-22 વચ્ચે રચાયેલ આ કાનૂનોનો અમલ કરાવવામાં તાલિબાને અતિઆધુનિક પદ્ધતિ અપનાવેલ છે. આ સીસીટીવી કેમેરા દરેક વ્યક્તિને ઓળખાવી કાઢે છે. તેનાં સ્ક્રીનના એક ખૂણામાં વ્યક્તિની વય જાતી (સ્ત્રી કે પુરૂષ) તથા તેને તથા તેણે દાઢી રાખી છે કે નહીં કે હીજાબ પહેર્યો છે કે નહીં તે પણ દર્શાવશે. વ્યક્તિની વય પણ સાથે આશરે જાણી શકાશે.
આ માહિતી આપતાં તાલિબાનોની પોલીસના પ્રવક્તા ખાલીદ ઝાદરાને કહ્યું હતું કે અમે લોકોને તે પણ જણાવી દીધું છે કે તમોને પાડોશમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય કે કશું શંકાસ્પદ જણાય તો તુર્ત જ પોલીસને જાણ કરવી. જો તે શરીયા કાનૂનનો ભંગ કરતી હોય તો તેને શરીયાન કાનૂન પ્રમાણે સજા કરાશે. ટીકાકારો કહે છે કે આ કાનૂનની સૌથી માઠી અસર મહીલાઓને થવા સંભવ છે. તેમની હીજાબ અંગેની જરા જેટલી ભૂલ તેમને માટે આફતરૂપ બની શકે તેમ છે. અફઘાનિસ્તાનમાં માનવ અધિકારોના પ્રવક્તાઓને તો અત્યારે છૂપાઈ જવું પડયું છે. અફઘાનિસ્તાનનાં સદગુણ પ્રસાર અને દુર્ગુણ નિરોધક મંત્રાલયે મોરાલિટી પોલીસ (નીતિમત્તા પોલીસ)ની રચના કરી છે. જે લોકો ઉપર સતત નજર રાખે છે. સીસીટીવી કેમેરા પણ કાબુલ અને તેની આસપાસના વિસ્તારો ઉપર કડક જાપ્તો રાખે છે. અહીં માનવ અધિકાર જેવું કશું જ રહ્યું નથી. તેમ નિરીક્ષકો કહે છે. ત્યાં ઘડીયાળના કાંટા ઊંધા ફરી રહ્યા છે.