સરકારની મંજૂરી છતાં સ્થળ-સંકલનના અભાવે પ્રોજેક્ટ અધ્ધરતાલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
મોરબી શહેર માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી ઋખ રેડિયો સુવિધા સરકારી મંજૂરી મળ્યા બાદ અને જરૂરી તમામ સાધનો રાજકોટ પહોંચી ગયા હોવા છતાં, સ્થાનિક તંત્રની ઢીલાશને કારણે હજુ સુધી કાર્યરત થઈ શકી નથી. આ વિલંબથી મોરબીના લોકોને માહિતી, મનોરંજન અને આપત્તિ સમયની મહત્વપૂર્ણ સૂચનાઓ જેવી ઋખ સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે.
ઋખ રેડિયો ચેનલ સ્થાનિક સમાચારો, હવામાનની આગાહીઓ, જાહેર સૂચનાઓ, મનોરંજન કાર્યક્રમો અને ખાસ કરીને આપત્તિના સમયે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી છે. મોરબીના લોકો આ સુવિધાઓથી વંચિત હોવાથી, તેમને સમયસર અને સચોટ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્રની આ ઢીલાશને કારણે લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે, અને તેઓ “સરકાર તો તૈયાર છેપણ તંત્ર સૂતું છે” તેવી ચર્ચા કરી રહ્યા છે.
- Advertisement -
પ્રોજેક્ટ શા માટે અટક્યો?
મંજૂરી અને સાધનો તૈયાર: મોરબી માટે ઋખ રેડિયો પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. એટલું જ નહીં, ટાવર, એન્ટેના, સ્ટુડિયો સેટઅપ અને અન્ય તમામ ટેકનિકલ સાધનો રાજકોટ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે.
સ્થળ ફાળવણીનો અભાવ: આ સાધનો મોરબીમાં ટ્રાન્સફર થાય તે પહેલાં સ્થળ ફાળવણી થવી જરૂરી છે, પરંતુ સ્થાનિક તંત્ર અને સંબંધિત અધિકારીઓની બેદરકારીને કારણે આ પ્રક્રિયા અટકી પડી છે.
સંકલનનો અભાવ: સ્થાનિક તંત્ર અને અન્ય સંકળાયેલા વિભાગો વચ્ચે સંકલનના અભાવે આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો નથી.
સમયરેખાનો અભાવ: પ્રોજેક્ટ શરૂ કરવા માટે કોઈ સ્પષ્ટ સમયરેખા નક્કી કરવામાં આવી નથી, જેના કારણે સાધનો રાજકોટમાં ધૂળ ખાઈ રહ્યા છે.