પોરબંદર નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
- Advertisement -
પોરબંદરમાં ઉનાળા દરમિયાન રોગચાળો ફેલાય નહીં તે માટે નગરપાલિકાના તંત્રએ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી.
ઉનાળાની સીઝન શરૂ થયેલ હોય રોગચાળો થાય નહીં તે અંગે તકેદારીના પગલા રૂપે પોરબંદર-છાયા નગરપાલિકાની ફૂડ ચેકીંગ અંગેની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો રેલ્વે સ્ટેશન રોડ, પાંજરાપોળ રોડ, રામ ટેરી રોડ, એમ.જી.રોડ, રાણીબાગ વિસ્તારમાં પાઉભાજી, ફાસ્ટફૂડ, પિઝા પાર્લર, રેસ્ટોરન્ટ, ફૂડ પાર્સલના ધંધાર્થીઓનું ચેકીંગ કરેલ અને દરેક ધંધાર્થીઓને ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા, વાસી ખાદ્ય પદાર્થો વેચાણ ન કરવા, જીવજંતુઓનો ઉપદ્રવ થાય નહીં તે અંગેની કાળજી રાખવા, સ્વચ્છતા રાખવા, એકસપાયરી ડેટવારા ખાદ્ય પદાર્થનો ઉપયોગ ન કરવા વગેરે જરૂરી સૂચનાઓ આપી નોટીસ પાઠવવામાં આવી અને તે અંગેની ચુસ્તપણે પાલન કરવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયુ હતુ.