ઘેર ઘેર શરદી-ઉઘરસના વાયરા, તાવ, ઝાડા-ઉલટીના અઢળક કેસો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં છેલ્લા ઘણા સમય થી રોગચાળામાં લોકો સપડાયાં છે ત્યારે મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ,મેલેરિયા,ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.તંત્ર દ્વારા સતત રોગચાળાને કાબૂમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ છતાંપણ રોગોચાલો કાબૂમાં આવતો નથી.શહેરમાં ઘરે ઘરે માંદગીમાં લોકો સપડાયાં છે.ત્યારે છેલ્લા અઠવાડિયામાં મનપાના ચોપડે નોંધાયેલ કેસો જેમાં 1 ડેન્ગ્યુ, શરદી -ઉધરસ ના 447 કેસ,સામાન્ય તાવ 51 કેસ અને ઝાડા – ઉલ્ટીના 102 કેસ નોંધાયેલ છે.આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લોકો ની લાંબી લાઈનો લાગી છે. મનપા દ્વારા દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 6,679 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે. 317 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન,દુકાન,એપાર્ટમેન્ટ,કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ અંગે તપાસ હાથ ધરી નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 666 જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે.જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 201 અને કોર્મશીયલ 60આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
રાજકોટમાં તંત્ર રોગચાળો કાબૂમાં લેવામાં નિષ્ફળ
