ભાજપમાં ભડકો?
મોટા હોદ્દાઓ માટે ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ, મામલો મોદીના દરબારમાં ગયો
હોદ્દાઓ માટે બે જૂથને અમિત શાહની મધ્યસ્થી મંજૂર નથી તેવી રાજકીય ચર્ચા
હોદ્દાઓ માટે બે જૂથને અમિત શાહની મધ્યસ્થી મંજૂર નથી તેવી રાજકીય ચર્ચા
નવા મંત્રી મંડળમાં પાટીદાર- 7થી 8, અન્ય સવર્ણ – 5, ઓબીસી- 8થી 10, દલિત – 2, આદિવાસી – 2થી 3 મંત્રીઓ હોઈ શકે
રાજભવન ખાતેથી આજનાં શપથ સમારોહનાં બેનરો હટાવાયા

ખાસ-ખબર સંવાદદાતા
આજે વહેલી સવારથી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. જેમાં મંત્રીઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ રાજભવન ખાતે શપથવિધિના પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. બાદમાં આ પોસ્ટર્સને હટાવી દેવાયા હતાં. આજે સાંજે 4.20 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની હતી. પરંતુ હવે તે કાલે 1.30 વાગ્યે યોજાય તેવી શક્યતાઓ છે. ઉપરાંત એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, મોટા હોદ્દાઓ માટે જુદાં-જુદાં ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને આ સમગ્ર મામલો મોદીનાં દરબારમાં ગયો છે કારણ કે, આ ત્રણ પૈકીનાં બે જૂથને અમિત શાહની મધ્યસ્થી મંજૂર નથી તેવી પણ રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. ટૂંકમાં આજે નો રિપીટ થિયરીની ચર્ચાઓ બાદ ગુજરાત ભાજપનાં રાજકારણમાં ભડકો થયો છે. ભાજપ પ્રમુખ સીઆર પાટિલના ઘરેથી ગણપત વસાવા, ઈશ્ર્વર પરમાર અને મોહન કુંડારિયા રવાના થયા, ગણપત વસાવાએ જણાવ્યું હતું કે અમને કોઈ સૂચના આપી નથી, અમે બધા ભાજપના સૈનિકો છીએ. ભાજપ અમને જે પણ કામ સોંપશે તે કામ કરવા અમે તૈયાર છીએ.
- Advertisement -



