પ્રથમ ક્રમે ભાઈઓમાં કિશનસિંહ, બહેનોમાં દૃષ્ટિ વખારીયા, બીજા ક્રમે ભાઈઓમાં બ્રિજરાજ પોપટ, બહેનોમાં હેતલ રૂધાણી, ત્રીજા ક્રમે ભાઈઓમાં જય ડોડીયા, બહેનોમાં દક્ષા ધુલીયાને વિજેતા જાહેર કરાયા
વિજેતા થયેલાં સ્પર્ધકો આગામી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની અધિસુચના અન્વયે લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતતા કેળવાય, લોકો નીરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ત્રીજા તબક્કામાં ઝોન કક્ષાએ કેટેગરી વાઈઝ વિજેતા થયેલા 18 સ્પર્ધકોની મહાનગરપાલિકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ. જેમાં પ્રથમ ક્રમે ભાઈઓમાં કિશનસિંહ, બહેનોમાં દ્રષ્ટિબેન વખારીયા, બીજા ક્રમે ભાઈઓમાં બ્રીજરાજ પોપટ, બહેનોમાં હેતલબેન રૂધાણી,ત્રીજા ક્રમે ભાઈઓમાં જય ડોડીયા, બહેનોમાં દક્ષાબેન ધુલીયા વિજેતા જાહેર થયેલ. આ સ્પર્ધકો આગામી તા.30/12/2023ના રોજ યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.