સુપ્રિમ કોર્ટએ પેગસાસ કેસની તપાસ કરી રહેલા જસ્ટિસ રવીન્દ્ર સમિતિના કાર્યકાળ ચાર અઠવાડિયાથી વધારી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા(CJI) એન વી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચએ આ કેસની સુનાવણી કરી, મુખ્ય ન્યાયાધીશએ કહ્યું કે, ટેકનિકલ ડિપાર્ટમેન્ટએ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવા માટે સમય માગ્યો હતો.
- Advertisement -
સીજેઆઇએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, છેલ્લો રિપોર્ટ મળી ગયો છે. ટેકનીકલ ડિપાર્ટમેન્ટએ જણાવ્યું કે, 29 મોબાઇલ ફોનની તપાસ કરવામાં આવી છે. સાથે જ પત્રકારો અને એક્ટિવિસ્ટો સાથે પણ વાતચીત કરી છે. જજએ 20 જુન 2022 સુધી રિપોર્ટને પૂર્ણ રૂપે તૈયાર કરવા માટે સમય માંગ્યો છે. જેથી તેઓ જુલાઇ સુધીમાં આ કેસની સુનાવણી કરશે.
જાસુસી સોફ્ટવેર પેગાસસને લઇને તેદેપા અને વાઇએસઆર કોંગ્રેસની વચ્ચે શાબ્દિક ટાપાટપી
સુપ્રિમ કોર્ટએ નાગરિકો પર પેગાસસ જાસુસી કેસની તપાસ કરનારી કમિટીનો સમયગાળો 4 અઠવાડિયા સુધી વધારી દીધો છે.
સીજીઆઇએ ક્હ્યું કે, અમને ટેકનીકલ સમિટિ પાસેથી છેલ્લી રિપોર્ટ મળેલી છે. જો કે, કેટલીક એજન્સી પાસેથી જવાબ આવવાનો બાકી છે. આ રિપોર્ટ મેના અંત સુધી ફાઇનલ થઇ જશે. કમિટિએ કેટલાક મુદા પર લોકોની મંતવ્યો પણ સાંભળી હતી. લોકોએ મોટા પ્રમાણમાં પોતાનો મંતવ્યો જણાવ્યા હતા, પરંતુ કેટલાક વિશેષજ્ઞ એજન્સીઓના મંતવ્યોની પણ રાહ છે.
પીઠએ રિટાયર્ડ જસ્ટિસ આરવી રવીન્દ્રની આગેવાનીવાળી કમિટીએ છેલ્લા ચાર અઠવાડિયામાં છેલ્લી રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે. સીજેઆઇએ કહ્યું કે, છેલ્લા એક મહિનામા એટલે કે 20 જુન સુધી જસ્ટિસ રવીન્દિ્ પોતાની ફાઇનલ રિપોર્ટ કોર્ટને આપી આપશે.
- Advertisement -
જયારે સુનાવણી દરમ્યાન અરજીકર્તાઓની તરફથી વકિલ કપિલ સિબ્બલએ કહ્યું કે, રિપોર્ટને સાર્વજનિક કરવો જોઇએ. જેના પર કેન્દ્રની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ કર્યો અને કહ્યું કે રિપોર્ટને પબ્લિક કરવામાં આવે નહીં.