સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રવેશ પદ્ધતિમાં સુધારો કર્યો, અનેક વિદ્યાર્થીઓને થશે ફાયદો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ વિભાગ અને સંલગ્ન કોલેજોમાં ખ.ઈજ્ઞળ. (માસ્ટર ઓફ કોમર્સ) સેમેસ્ટર-1 માં પ્રવેશ માટે – વિદ્યાર્થીઓને રાહત આપતી મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ઇ.ઈજ્ઞળ. અભ્યાસ દરમિયાન પસંદ કરેલો મુખ્ય વિષય જ ખ.ઈજ્ઞળ. માટે ફરજિયાત માનવામાં આવતો હતો. પરંતુ હવે વિદ્યાર્થીઓને વિષય બદલવાની છૂટ આપવામાં આવી છે. હવે ઇ.ઈજ્ઞળ.માં પસંદ કરેલો વિષય ખ.ઈજ્ઞળ.માં બદલી શકાશે.
અગાઉ બી.કોમમાં કોઈ વિદ્યાર્થીનો મુખ્ય વિષય એકાઉન્ટ હોય તો તેમણે એમ.કોમમાં પણ મુખ્ય વિષય એકાઉન્ટ જ રાખવાનો રહેતો, પરંતુ હવે કરાયેલા સુધારા મુજબ એકાઉન્ટ વિષય સાથે બી.કોમ કરનારા વિદ્યાર્થી એમ.કોમમાં પ્રવેશ બાદ મુખ્ય વિષય એમ.કોમ વિથ ફાઈનાન્સ, માર્કેટિંગ, સ્ટેટિસ્ટિક્સ કે અન્ય વિષય રાખી શકશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મલ્ટિપલ સબ્જેક્ટસ પસંદ કરવાની છૂટ વિદ્યાર્થીઓને આપે છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યાર સુધી પરંપરાગત પ્રવેશ પ્રક્રિયાને અનુસરી રહી હતી. જેની સામે વિદ્યાર્થીઓ તેમજ કોલેજોએ રજૂઆત કરી હતી. જેના પરિણામે આ સુધારા કરાયા છે. આ કારણે હવે વિદ્યાર્થીઓને એમ.કોમ સેમ-1માં મુખ્ય વિષય બદલવાની તક મળશે. વર્તમાન સમયમાં જે વિદ્યાર્થી એમ.કોમ સેમ-1 અને 2માં ભણતા હોય. તેઓ જ્યારે સેમ-3માં આવશે ત્યારે પણ વિષય બદલી શકશે. કારણ કે, સેમ-1 અને 2માં બધા વિદ્યાર્થીને સરખું જ ભણવાનું હોય છે. સેમેસ્ટર 3થી જ વિષય પસંદ કરવાના હોય છે. બિઝનેસ મેનેજમેન્ટ, બેન્કિંગ એન્ડ ફાઈનાન્સ, કમ્પ્યૂટર સાયન્સ, એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ સાથે કોમર્સ ગ્રેજ્યુએશન તેમજ બીબીએ પાસ કર્યા પછી પણ એમ.કોમમાં મુખ્ય વિષય બદલી શકાશે. આ સુધારો તાજેતરમાં એમ.કોમ સેમ-1માં પ્રવેશ લઈ લીધો છે તેવા વિદ્યાર્થીને પણ લાગુ પડશે.