રિપોર્ટ અનુસાર એમેઝોન કંપનીએ તેના કેટલાક પ્રોફિટ ન બનાવી રહેલ યુનિટ્સના કર્મચારીઓને બીજે ક્યાંક નોકરી શોધવા માટે કહ્યું છે.
પહેલા ટ્વિટર, પછી મેટા અને હવે એમેઝોન, ધીરે ધીરે મોટી મોટી ઈ-કોમર્સ કંપનીઓ તેના સ્ટાફને પિંક સ્લિપ આપવાનું શરૂ કરી રહી છે. જણાવી દઈએ કે પિંક સ્લિપ્સ આપવાનો અર્થ થાય છે નોકરીમાંથી કાઢી મૂકવા. એક રિપોર્ટ અનુસાર ગયા અઠવાડિયે જ કંપનીએ તેના ટોપ એક્ઝિક્યુટિવ ને મોકલેલ ઇન્ટરનલ મેસેજમાં ભરતી અટકાવી દેવામાં માટે કહ્યું હતું. બીજા એક રિપોર્ટ અનુસાર એમેઝોનમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયર જેમી ઝાંગે LinkedIn પર લખ્યું હતું કે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
- Advertisement -
આ સિવાય બીજા એક ભૂતપૂર્વ કર્મચારીની પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતુંકે આખી રોબોટિક્સ ટીમને પિંક સ્પિલ આપવામાં આવી હતી.જણાવી દઈએ કે LinkedIn ડેટા અનુસાર કંપનીના રોબોટિક્સ વિભાગમાં ઓછામાં ઓછા 3,766 કર્મચારીઓ કામ કરતા હતા. જો કે કેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે એ વિશે હજુ સાચા આંકડા બહાર આવ્યા નથી.
શું કહે છે WSJ રિપોર્ટ?
વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના રિપોર્ટ દાવો કરે છે કે કંપનીએ તેના કેટલાક પ્રોફિટ ન બનાવી રહેલ યુનિટ્સના કર્મચારીઓને બીજે ક્યાંક નોકરી શોધવા માટે કહ્યું છે કારણ કે જલ્દી જ તેમના પ્રોજેક્ટ્સ બંધ થઈ શકે છે અથવા ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે છે.
અર્થતંત્ર અનિશ્ચિતતાની સ્થિતિમાં પહોચી ગયું
કંપનીના પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેક્નોલોજીના સીનીયર વાઇસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ મેમોમાં લખ્યું છે કે, “અર્થતંત્રની અનિશ્ચિતતાની સ્થિતિમાં પંહોચવાથી અને છેલ્લા કેટલા સમયમાં કેટલા લોકોને કામ પર રાખ્યા છે એ જોઈને એન્ડી અને ધ એસ-ટીમે આ અઠવાડિયે નવી ભરતી પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. આગળ એમને જણાવ્યું હતું કે આ હાયરિંગ ફ્રીઝ થોડા મહિનાઓ સુધી ચાલશે.જો કે, કંપની અમુક પ્રોજેક્ટ્સ માટે એપોઇન્ટમેન્ટ લેવાનું ચાલુ રાખશે અને જે લોકો નીકળતા રહેશે એમની જગ્યાએ નવા લોકોને લેવામાં આવશે
- Advertisement -