-શનિનું અધ્યયન બનારસ હિન્દુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કરશે
સૂર્યમંડળનો છઠ્ઠો અને પોતાના વલયોથી સૌથી અલગ દેખાતો શનિ ગ્રહ પૃથ્વીની નજીક આવી રહ્યો છે. ઓગષ્ટ મહિનામાં તે નરી આંખે જોઈ શકાશે અને સામાન્ય ટેલિસ્કોપમાં પણ તેના વલયો જોઈ શકાશે. બીએચયુમાં વૈજ્ઞાનિકોની સાથે સાથે ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા છાત્રો આ ખગોળીય ઘટનાને લઈને ઉત્સાહીત છે. પૃથ્વીથી લગભગ 1.2 અબજ કિલોમીટર દૂર સ્થિત શનિગ્રહ હાલ પૃથ્વીની નજીક પહોંચ્યો છે.
- Advertisement -
બીએચયુના વૈજ્ઞાનિક ડો. અભયકુમારે જણાવ્યું હતું કે, લગભગ એક વર્ષમાં 13 દિવસ આ ઘટના બને છે જયારે શનિગ્રહ અને પૃથ્વી એકબીજાની નજીક પહોંચે છે. આ સ્થિતિમાં ચમકતા શનિ ગ્રહના વલયોને પણ પૃથ્વી પરથી જોઈ શકાશે. આ વખતે 25થી27 ઓગષ્ટ દરમિયાન વહેલી સવારે શનિગ્રહને જોઈ શકાશે. બનારસ એસ્ટ્રોબોય વેદાંત પણ પોતાના ટેલિસ્કોપ કેમેરાની મદદથી શનિગ્રહની તસ્વીરો લેવાની તૈયારીમાં લાગ્યું છે.