રાજ્ય સરકારે ઈ-વ્હિકલ ખરીદવા નવી નીતિમાં છૂટ આપી
મંત્રીઓને હાઈબ્રીડ ઇનોવા કાર ખરીદી કરવા માટે પણ મંજૂરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારે નવા સમય સાથે નવી નીતિ અમલમાં મુકી છે. જેમાં આવનારા દિવસોમાં મંત્રીઓ નવી ગાડીમાં જોવા મળશે. મુખ્યમંત્રીના કોન્વોયમાં સ્કોર્પિયોને બદલે ફોચ્ર્યુનરની એન્ટ્રી બાદ હવે મંત્રીઓથી લઈને સરકારી કચેરીઓનો સ્ટાફ પણ અદ્યતન વાહનોમાં ફરશે. ચાર વર્ષ બાદ સરકારે નવા વાહનો ખરીદવાની નવી નીતિ જાહેર કરી છે. એટલું જ નહીં મંત્રીઓ માટે હાઈબ્રીડ ઇનોવા કાર ખરીદી કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મંત્રી મંડળના સભ્યો અને ચીફ સેક્રેટરીને ટોયોટાની હાઈબ્રીડ ઈનોવા, બોર્ડ નિગમના ચેરમેન, તમામ સેક્રેટરીઓ તેમજ બોર્ડના સભ્યો માટે હ્યુન્ડાઈની એલેન્ટ્રા ખરીદવાની છુટ આપવામાં આવી છે.
આ ઉપરાંત બોર્ડ નિગમના ડાયરેક્ટર તથા તમામ જાહેર એકમોના ડાયરેક્ટરોને હોઈન્ડાઈની ક્રેટા, મહેન્દ્રાની ડઞટ 300 ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મુખ્યમંત્રીના કાફલમામાં નવી કાર ખરીદીની મંજૂરી આપવામાં આવી ત્યારથી જ તમામ વિભાગના મંત્રીઓ માટે નવી ગાડી અંગે વિચારણા ચાલી રહી હતી. જેના પર બુધવારે આખરે રાજ્યના વાહન વ્યવહાર વિભાગની મહોર લાગી છે. આ સાથે જ નવી વાહન ખરીદ માટે સંબંધિત વિભાગને ગવર્નમેન્ટ ઈ- માર્કેટપ્લેસ અર્થાત ૠયખ પોર્ટલનો ઉપયોગ કરવો પડશે.