14 જાન્યુઆરી, 2026ના રોજ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની બીજી વન-ડે મેચ રમાઈ હતી, જેણે મકરસંક્રાંતિના તહેવારમાં મેચરસિકોને મૂંઝવણમાં મૂકી દીધા હતા કે તે સ્ટેડિયમમાં જઈને મેચ જુએ કે પછી ધાબે ચડીને પતંગ ચગાવે. જોકે, રાજકોટમાં પતંગોની ઉડાન, ઉંધિયું-ચપ્પડી અને ક્રિકેટનો જુસ્સો એકસાથે જોવા મળે છે, પરંતુ તહેવારના કારણે ક્રિકેટરસિકો ધીમે-ધીમે સ્ટેડિયમ તરફ આવ્યા હતા. સવારે 12.50 વાગ્યા સુધીમાં માત્ર 6થી 7 હજાર પ્રેક્ષકો હાજર થયા હતા, જ્યારે બપોરે 4.45 વાગ્યા સુધીમાં આ સંખ્યા 20,000 પહોંચી ગઈ હતી. તેમ છતાં, ઉત્તરાયણની ઉજવણી અને પતંગબાજીના આકર્ષણને કારણે સ્ટેડિયમ હાઉસફુલ થઈ શક્યું નહીં. પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને દરેક પ્રેક્ષકનું ચેકિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો, જેથી મેચ સુરક્ષિત અને
રોમાંચક રહે.
વિરાટ કોહલીને મળવા ક્રેઝી ફેન 6 ફૂટની રેલિંગ કૂદ્યો, ગળે ભેંટીને થયો ભાવુક
- Advertisement -
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન એક અજુગતી ઘટના ઘટી હતી. વિરાટ કોહલીને પોતાની નજીક જોઈને જામનગરનો 15 વર્ષીય ક્રેઝી ફેન પોતાની લાગણીઓને કાબૂમાં ન રાખી શક્યો અને સ્ટેડિયમની 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદીને પોતાના ફેવરિટ ક્રિકેટરને મળવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. ગ્રાઉન્ડમાં વિરાટ કોહલી પાસે પહોંચીને તે તુરંત જ તેને ગળે ભેંટીને ભાવુક થઈ ગયો હતો. જોકે, આ ઘટના સ્ટેડિયમના સ્ટાફની નજરમાં આવતા તુરંત જ તે યુવકને ગ્રાઉન્ડમાંથી દૂર લઈ ગયા હતા.



