કિશાનપરા ચોક પાસેથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
ડેન હેવન સ્પામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, મેનેજર સાગર ઝડપાયો, માલિકની શોધખોળ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
રંગીલા રાજકોટમાં સ્પાની આડમાં વધુ એક કૂટણખાનું ઝડપાયું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. કિશાનપરા ચોકમાં ત્રિવેણી સંગમ કોમ્પ્લેક્ષના પહેલા માળે ડેન હેવન સ્પામાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતીના આધારે રેડ પાડી હતી. જેમાં પોલીસે સાગર ભોજાણીની ધરપકડ કરી ફરાર અબ્દુલ કાદરીની શોધખોળ હાથ ધરી છે.
કિશાનપરા ચોક નજીક ડેન હેવન નામના સ્પાની આડમાં લોહીનો વેપલો ચાલતો હોવાની સચોટ બાતમી આધારે એલસીબી ઝોન-2 પીએસઆઈ જે. એમ. ભટ્ટ અને ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો. જેમાં સ્પામાં મેનેજર તરીકે નોકરી કરતા અને દેહ વ્યાપારનો ધંધો ચલાવતા મીલપરાના સાગર છોટાલાલ ભોજાણીની ધરપકડ કરી દિલ્હીની યુવતીને સાક્ષી બનાવી હતી પોલીસની પ્રાથમિક પુછતાછમાં આ સ્પાનો માલીક જંગલેશ્વરનો અબ્દુલ કાદીર કાદરી હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે હેડ કોન્સ્ટેબલ મૌલિક સાવલિયાએ જણાવ્યું હતું કે, સાગર સ્પાના 1000 અને શરીર સુખ માણવાના 3000 મળી 4 હજારમાં પેકેજ આપતો જયારે યુવતીને 1000 જ આપતો હતો કેટલા સમયથી આ લોહીનો વેપલો ચલાવતા હતા