રામપુરમાં જૌહર યુનિવર્સિટી કેસમાં EDએ આઝામ ખાનની પત્ની તાઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને સમન્સ પાઠવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સપા ધારાસભ્ય પર હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રામપુરમાં જૌહર યુનિવર્સિટી કેસમાં ઊઉએ આઝામ ખાનની પત્ની તાઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને સમન્સ પાઠવ્યા છે.
- Advertisement -
ED સૂત્રોના જણાવ્યા અનુસાર, આઝમ ખાનની પુત્ર અને પત્નીને 15 જુલાઈ પહેલા લખનૌમાં ઊઉના ઝોનલ હેડક્વાર્ટરમાં અલગ-અલગ તારીખે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા ઊઉએ આઝમ ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. જેના પર ઊઉએ કાર્યવાહી તેજ કરી છે. ઊઉની 2 સભ્યોની ટીમ સીતાપુર જેલમાં આઝમ ખાનની મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી હતી. જૌહર યુનિવર્સિટીના નામે ફંડ એકત્ર કરવા અને નાણાં ટ્રાન્સફર કરવા અંગે પૂછપરછ કરશે. જૌહર યુનિવર્સિટી કેસમાં આઝમ વિરુદ્ધ ઊઉએ 1 ઓગસ્ટ 2019ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
રામપુરની જૌહર યુનિવર્સિટી કેસમાં EDએ આઝમની પત્ની તાઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. જૌહર યુનિવર્સિટીના નિર્માણ માટે મોટાપાયે ફંડ ટ્રાન્સફર તેમજ આઝમ સામે નોંધાયેલા અપ્રમાણસર સંપત્તિના કેસમાં પણ તેમની સઘન પૂછપરછ થવાની છે.
આ સિવાય આઝમની જમીન વેપારના મામલામાં પૂછપરછ કરવામાં આવી હતી. જેના કારણે આઝમ ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં જ આઝમ ખાન પેરોલ પર જેલમાંથી છુટ્યા છે. આઝમ યુપીની સીતાપુર જેલમાં 27 ફેબ્રુઆરી 2020થી બંધ હતા. વર્ષ 2017માં યુપીમાં યોગી સરકારના આગમન બાદ આઝમ ખાન સામે એવા કાયદા આકરા થયા કે બાદમાં 89 કેસ નોંધાયા હતા. 26 ફેબ્રુઆરી 2020ના રોજ આઝમની રામપુરમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે 27 ફેબ્રુઆરી 2020થી સીતાપુર જેલમાં બંધ કરવામાં આવ્યા હતા.