ગરમીથી મળશે રાહત: 15 મેના રોજ સિઝનનો પહેલો વરસાદ પડવાની આશા
26 મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે
ખાસ-ખબર સંવાદદાતા
કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે દક્ષિણ પશ્ર્ચિમચોમાસું ટૂંક સમયમાં જ આવી રહ્યું છે. અંદમાન અને નિકોબાર ટાપુઓમાં 15 મેના રોજ મોસમનો પ્રથમ વરસાદ થવાની આશા છે. આ વર્ષે ચોમાસું સમય કરતાં ચાર દિવસ પહેલાં 26 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. સમય પહેલા કેરળમાં ચોમાસાની શરૂઆત થશે ક્ષભારતીય હવામાન વિભાગ (ઈંખઉ)ના ડિરેકટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દક્ષિણ- પશ્ર્ચિમ ચોમાસુ 15 મે ની આસપાસ દક્ષિણ અંદમાન સમુદ્ર અને તે સંલગ્ન દક્ષિણપૂર્વ ખાડીમાં પહોંચે તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, વિસ્તૃત આગાહીમાં સમય કરતા પહેલા કેરળમાં ચોમાસાની શરૂઆત અને ઉત્તર તરફ આગળ વધવાના સંકેતો છે. આનાથી દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે. સામાન્ય રીતે ચોમાસું 15મી મે સુધીમાં નિકોબાર જ પહોંચે છે અને 22મી મે સુધીમાં અંદમાનના ઉત્તર ભાગમાં આવેલા મેયાબંદરને આવરી લે છે.
- Advertisement -
ઈંખઉ કહે છે કે આગામી પાંચ દિવસમાં અંદમાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. 14 થી 16 મે દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. 15 અને 16 મેના રોજ દક્ષિણ અંદામાન સમુદ્રમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ચોમાસુ 26 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 1લી જૂને કેરળ પહોંચે છે. ચક્રવાત આસાનીના કારણે કેરળમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.
ચોમાસું સામાન્ય રહેશે
દેશના 40% ખેડૂતો સિંચાઈ માટે ચોમાસા પર નિર્ભર છે. ચોખા, કપાસ, શેરડી, મસૂર, ચણા અને સરસવ જેવા ખરીફ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતો ચોમાસા પર આધાર રાખે છે. આ પહેલા હવામાન વિભાગે સતત ચોથા વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે.
દેશમાં મોટાભાગનો વરસાદ દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાથી
ચોમાસું કેરળથી શરૂ થાય છે અને ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. આને કારણે, દેશમાં કુલ વરસાદનો 70% દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસામાંથી આવે છે. ભારતમાં રવિ પાકનો અડધો ભાગ આ ચોમાસા પર નિર્ભર છે.