હાથના હાડકાં, ખોપરી પોલીસે કબ્જે કરી ફોરેન્સિક લેબમાં મોકલ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
થાનગઢની સિવિલ હોસ્પિટલ નજીક માનવ કંકાલ મળી આવ્યું હતું. આથી આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળેથી કબજો તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કોઇની સમાધિમાંથી તણાઇ આવ્યું હોય તેવું લાવી રહ્યાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
થાનગઢમાં સિવિલ હોસ્પિટલ પાછળના ભાગમાં નગરપાલિકા કચરો નાંખે છે ત્યાં કબ્રસ્તાનની બાજુમાં કચરો ઠાલવે છે. ત્યાં થાનના લીલાબેન દિનેશભાઇ ઝાલા કાગળ વીણવાનું કામ કરે છે તેમને એક ખોપડી અને માનવ અસ્થિ જણાયા હતા. ખોપરીની અંદર દાંત સોના જેવો ચળકતો લાગતો હતો. આથી પોલીસને જાણ કરાઇ હતી. જેમાં મહિલા લીલાબેને તેમના પતિ દિનેશભાઇ જે માનસિક રીતે અસ્થિર હતા જે 5 મહિના પહેલા ઘરેથી નીકળી ગયા હતા. તેમના પતિને આવો દાંત હતો તેથી તેમના અસ્થિ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
માનવ અંગો અને ખોપરી, હાથના હાડકા જોવા મળ્યા હતા. આથી પોલીસે તે કબજે લઇ કોના છે તે જાણવા માટે તપાસ હાથ ધરી હતી. જ્યારે હાડકાને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ ફોરેન્સિક નમૂના લઇ છોકરાનું ડીએનએ મેચ કરવા મોકલાશે. આ અંગે પીઆઇ વી.કે. ખાંટે જણાવ્યું કે થાનગઢ પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે ચોમાસાની અંદર કોઈપણ સમાધિમાંથી તણાઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તપાસ ચાલુ છે જે પણ હકીકત હશે તેની તપાસ થઈને રિપોર્ટ આવ્યા બાદ ટૂંક સમયમાં બહાર લાવવામાં આવશે. અત્યારે તો કોઈ પણ હત્યા થઈ હોય તેની લાગી રહ્યું નથી.