અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોનની ખરીદી પર કોંગ્રેસ પાર્ટીએ ફરીથી મોદી સરકાર પર હુમલો કર્યો છે. બુધવારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસ મીડિયા સેલના પ્રભારી પવન ખેરાએ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠક વિના જ ડ્રોનની કિંમતો અને સોદો પાસ કરી દેવા પર સવાલ ઉઠાવ્યાં હતા. ખેરાએ કહ્યું કે રાફેલ ડીલમાં જે થયું તેની નકલ પ્રિડેટર ડ્રોનની ખરીદીમાં કરવામાં આવી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભારત જે પ્રિડેટર ડ્રોન ખરીદી રહ્યું છે, તે બાકીની દુનિયા ચાર ગણી ઓછી કિંમતે ખરીદી રહી છે જ્યારે ભારત તે ચાર ગણી વધારે કિંમતે ખરીદી રહ્યું છે.
880 કરોડમાં એક ડ્રોન ખરીદી
પવન ખેરાએ કહ્યું કે “રાફેલ સોદામાં જે થયું તે અમેરિકા સાથેના પ્રિડેટર ડ્રોન સોદામાં રિપિટ થઈ રહ્યું છે. અન્ય દેશો આ જ ડ્રોન ચાર ગણાથી પણ ઓછી કિંમતે ખરીદી રહ્યા છે, પરંતુ ભારત 31 અબજ અમેરિકન ડોલર એટલે કે 25,000 કરોડમાં ડ્રોનની ખરીદી કરી રહ્યું છે. આપણે 880 કરોડમાં એક ડ્રોન ખરીદી રહ્યાં છીએ.
- Advertisement -
#WATCH | What happened in the Rafale deal, is being repeated in the Predator drone deal with US. Other countries are buying the same drones at less than four times the price. India is buying 31 Predator drones for 3 billion US dollars, which is Rs 25,000 crores. We are buying a… pic.twitter.com/ph729vDjzA
— ANI (@ANI) June 28, 2023
- Advertisement -
બીજું શું બોલ્યાં પવન ખેરા
મોદી સરકારના અતિ મહત્વાકાંક્ષી ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અને અન્ય દેશોમાંથી ડ્રોનની ખરીદી પર સવાલ ઉઠાવતા ખેરાએ કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા ક્યાં ગયું? તમે રૂસ્તમ અને ઘટક જેવા ડ્રોનના વિકાસ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ને 1786 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા… તો પછી તમે અમેરિકાને ડ્રોન ખરીદવા માટે 25,000 કરોડ રૂપિયા કેમ આપ્યા? સરકાર પર પ્રહાર કરતા ખેરાએ ડ્રોનને અમેરિકાની “જૂની ટેકનોલોજી” અને “વેસ્ટ મટિરિયલ” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, “જ્યારે આપણે કોઈ નકામું વસ્તુ વેચીએ છીએ, ત્યારે તેને મૂળ કરતા વધુ કિંમતે કેવી રીતે વેચી શકાય?… શું આ ડ્રોનની ખરીદીમાં પેગાસસ માટે કોઈ ચૂંટણી બોન્ડ અથવા પ્રશંસાત્મક સોદો છે?
#WATCH | More FIRs should be registered against him (Amit Malviya). If anyone is responsible for playing with truth, facts, people's images and country's reputation, it is the BJP IT cell: Congress leader Pawan Khera on FIR registered against BJP IT Cell chief Amit Malviya in… pic.twitter.com/2cBOtHkzOL
— ANI (@ANI) June 28, 2023
ભારતે 31 પ્રિડેટર ડ્રોન ખરીદીનો અમેરિકા સાથે કર્યો છે સોદો
આ સોદામાં કુલ 31 ડ્રોન (16 સ્કાય ગાર્ડિયન અને 15 સી ગાર્ડિયન ડ્રોન)ની ખરીદીનો સમાવેશ થાય છે, જે યુએસ એનર્જી એન્ડ ડિફેન્સ કોર્પોરેશન જનરલ એટોમિક્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. મોદી સરકાર સાથે અમેરિકી કંપનીના ગાઢ સંબંધો પર સવાલ ઉઠાવતા ખેરાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે મોદી સરકારમાં કઈ વ્યક્તિને જનરલ એટોમિક્સના સીઈઓ સાથે ગાઢ સંબંધ છે અને સરકારમાં સામેલ આ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે સીઈઓએ કેટલી બેઠકો કરી હતી.