PI ઈલાબેન સાવલિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
પો.કમી.સા.શ્રાજુ ભાર્ગવ તથા મહે.અધિક પો.કમી.સા.વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક પૂજા યાદવ તથા મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર.એસ.બારીઆનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા તથા WPC સોનલબેન લાલજીભાઈ તથા WPC પ્રિયંકાબા ભીખુભા તથા મહિલા વિભાગ શી ટીમ તથા દક્ષિણ વિભાગ શી ટીમના કર્મચારીઓ સાથે માં રાંદલ ધામ વૃધ્ધાશ્રમની મુલાકાત લઈ. વૃધ્ધાશ્રમમાં રહેતા આશરે 30 જેટલા અંધ સિનિયર સિટીઝન સાથે વાતચીત કરી તેમની સાર – સંભાળ પૂછી ફૂટ વિતરણ કરેલ હતું.તેમજ શી ટીમ વિશે જાણકારી આપી તેમને કોઈ તકલીફ હોય તો શી ટીમને જણાવવા આશ્વાસન આપી તેમને મદદની જરૂર હોય તો ગમે ત્યારે 100 નંબર ઉપર કોલ કરી શી ટીમનો સંપર્ક કરવા સમજ કરેલ.