ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળની દર્શન સ્કૂલ તથા ન્યૂ દર્શન સ્કૂલ નો સત્તરમો વાર્ષિકોત્સવ રવિવારે લોહાણા બોર્ડિંગ-વેરાવળ ખાતે ઉજવવામાં આવ્યો હતો.વિધાર્થીઓએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ બોલાવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આધારીત મે દેશ નહીં જુકને દુગા ની થીમ પર ધો.11 કોમર્સના ભાઈઓએ રજૂ કરી હતી. ધો.11 કોમર્સની બહેનો દ્વારા લવ જિહાદની થીમ રજૂ કરી કરૂણ દ્રશ્યો રજૂ કર્યા હતાં. ધોરણ 9 ની બહેનો દ્વારા જીતે ભી લકડી મરતે ભી લકડી ગીત પર કૃતી રજૂ કરી લાગણી સભર દ્રશ્યોથી સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું તેમજ દર્શન અને ન્યુ દર્શન શાળા ના વિદ્યાર્થીઓ એ અર્વાચીન રાજસ્થાની,ગોરો કુંભાર,સરદાર વલ્લભભાઈ પટેલ, ક્લીન ઈન્ડિયા, ક્રુષ્ણલીલા, સોશિયલ મીડીયા વગેરે જેવા કુલ 29 અદભૂત, પ્રસંશનીય સાસ્કૃતીક કાર્યક્રમ રજુ કરી વાલી તેમજ મહેમાનોની દાદ મેળવી હતી. ત્યારબાદ ભાઇઓએ અદભૂત પીરામીડ રજૂ કરેલ હતાં અને સળગતી રીંગમાં બાળકો પસાર થઇ ખૂબ પ્રસંશા મેળવી હતી.કાર્યક્રમને અંતે શાળા પ્રમુખ ભૂપેન્દ્રભાઇ વિઠલાણીએ ઉપસ્થિત મહેમાનોને મોમેન્ટો આપી આભાર વિધી કરી હતી અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓનો પણ આભાર માન્યો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિહભાઈ પરમાર,વેરાવળ સયુંકત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ.કે.વાજા, બાર એશોશિએસન માળીયાના પ્રમુખ રોહનભાઈ વૈધ,ટેક્ષપ્રેકટીશનર એસોશિએશન ગીર સોમનાથના પ્રમુખ તેમજ લોહાણા બોર્ડીંગ ડાયરેક્ટર સંજયભાઈ તન્ના, પાલિકાનાં કારોબારી ચેરમેન નિલેશભાઈ વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા.સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને 5000 ના ચેક અર્પણ કરાયા હતા.
વેરાવળની દર્શન સ્કૂલના સત્તરમા વાર્ષિકોત્સવ ઉજવણી કરાઈ
