માંગરોળની ઓમશ્રી-1 નામની બોટ માધવપુર નજીક દરિયામાં ડૂબી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
પોરબંદરના સમુદ્રમાં 40 કિમી દુર માધવપુર નજીક એક ફિશીંગ બોટ ડૂબવા લાગી હતી. તેના સાત ખલાસીઓને અન્ય એક ફિશીંગબોટ ખલાસીઓ ઉપરાંત કોસ્ટગાર્ડ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને બચાવ્યા હતા.
માંગરોળ બંદરના રહેવાસી ભુપેન્દ્ર કિશોરભાઇ ગોસીયાની માલિકીની ઓમ શ્રી-1 બોટ ગત તા.26ના ટંડેલ સહિત સાત ખલાસીઓ સાથે માછીમારી કરવા માટે દરિયામાં ગઇ હતી. આ બોટ સંભવત: બે દિવસમાં પરત ફરવાની હતી પરંતુ કોઇ ટેકનિકલ કારણોસર માધવપુરના દરિયામાં ડુબવા લાગતા આજુબાજુમાં ફિશીંગ કરતી બોટમાં સવાર માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરી હતી. પોરબંદરથી 40 કિ.મી. દૂર ઓમ શ્રી વન નામની ફીશીંગબોટકોઇ કારણોસર સમુદ્રમાં ડુબી ગઇ હતી.
- Advertisement -
પોરબંદર કોસ્ટગાર્ડનું જહાજ સી-161 તાત્કાલિક ત્યાં બચાવવા માટે દોડી ગયુ હતુ અને આ જહાજ પહોંચયુ ત્યારે અન્ય એક ફિશીંગબોટ કનેકેશ્ર્વરી દ્વારાડુબી રહેલ બોટમાંથી પાંચ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે અન્ય બે ખલાસીઓને કોસ્ટગાર્ડના જહાજ સી-161 દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
આ તમામ ખલાસીઓને કોસ્ટગાડૃના જહાજ પર લઇ જવામાં આવ્યા હતા અને તબીબી સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ માંગરોળ ખાતે તેમને ઉતારવામાં આવ્યા હતા. આમ, કોસ્ટગાર્ડ અને લોકલ ફિશીંગ બોટ દ્વારા માછીમારોને નવજીવન અપાયુ હતુ અન્ય આઠથી દસ બોટના માછીમારો દ્વારા ડેમેજબોટને રેસ્કયુ કરવા પ્રયાસ પણ શરૂ કરાયા હોવાનું જાણવા મળ્યુ છે.



