સામાકાંઠાના હજારો વાહન ચાલકો માટે રાહત
હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફનો સર્વિસ રોડ નિમાર્ણાધીન : જુલાઇમાં ખુલવાની શકયતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરનાં સિવિલ હોસ્પિટલ ચોકમાં કુલ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે. જેના કારણે ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. જેનો કાયમી ઉકેલ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મુખ્ય રસ્તાઓનો ટ્રાયેન્ગ્યુલર ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરનાં પેડક રોડ, સંતકબીર રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ તરફ જતા હજારો વાહન ચાલકો માટે રાહતનાં સમાચાર મળી રહ્યા છે. કેમ કે કેસરી હિન્દ પુલથી મોચીબજાર તરફ ખટારા સ્ટેન્ડ તરફ આવવાનો તથા જુની કલેકટર કચેરી તરફના સર્વિસ રોડ ડામરથી મઢી ખુલ્લો મુકતા હજારો વાહનો ચાલકો રાહત અનુભવી રહ્યા છે. જયારે હોસ્પિટલ ચોક થી જામનગર રોડ તરફ જવાનો સર્વિસ રોડનું કામ કાર્યરત છે. આ રોડ જુલાઇમાં ખુલ્લો મુકવાની શકયતાઓ તંત્ર વાહક દર્શાવી રહ્યા છે. હાલ ચોકમાં ગડરનું કામ ચાલુ છે.
ઓવરબ્રીજ અંદાજીત કુલ રૂ . 275 કરોડનાં ખર્ચે નિર્માણ થઇ રહ્યા છે. આ બ્રિજનું કામ સમય મર્યાદામાં પુર્ણ કરવા અને કામમા ગતી આપવા માટે તંત્ર વાહકો સજ્જ છે ત્યારે 101.31 કરોડના ખર્ચે હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામી રહેલ ટ્રાન્યએંગલ બ્રિજને લાગુ કુવાડવા રોડથી કેસરી હિન્દ પુલથી આઇપી મીશન સ્કુલ થઇ મોચી બજાર, ખટારા સ્ટેન્ડ તરફ જવા તથા જુની કલેકટર કચેરીથી કેસરી હિન્દ પુલ તરફ જવાનો નવા બ્રિજની સમાંતર સર્વિસ રોડ પર ડામર કામ કરી ખુલ્લો મુકવામાં આવ્યો છે. ખાડા, લોહાણાપરા અને જુની કલેકટર ઓફીસ તરફનો ટ્રાફિક હળવો થયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહિ.