ઓહાયોના સેનેટર નીરજ અટાણીએ કહ્યું અમેરિકામાં હિન્દુ ધર્મ પર હુમલા થઈ રહ્યા છે
2020માં FBIએ સ્વીકાર્યું કે હિન્દુઓ પર હુમલા 500% વધ્યાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં હિન્દુ ધર્મ પર હુમલાના અહેવાલ અવાર-નવાર સાંભળવા મળે છે. હવે દુનિયાની મહાસત્તાઓમાંથી એક અમેરિકાથી પણ એક એવા જ અહેવાલ સાંભળવા મળ્યાં છે. આ અંગેનો ખુલાસો ત્યાંના જ સેનેટરોએ કર્યો છે. ઓહાયોના સેનેટર નીરજ અટાણી અને CoHNAના સભ્ય અંકુશ ભંડારીએ કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઊઠાવ્યાં હતા. સેનેટરોએ સ્વીકાર્યું કે હુમલા થઈ રહ્યા છે. અટાણીએ કહ્યું કે અમેરિકામાં હિન્દુ ધર્મ પર હુમલા થઈ રહ્યા છે. જ્યારે અંકુશ ભંડારીએ કહ્યું કે ઉત્તર અમેરિકામાં હિન્દુફોબિયાની ઘટનાઓ વધી છે. આ વર્ષે અમેરિકામાં રહેતા ભારતીયોની સંસ્થા કોલાઈઝન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (ઈજ્ઞઇંગઅ)એ એક નિવેદન જાહેર કરીને હિન્દુઓની સમસ્યા અને ડરનો ખુલાસો કર્યો હતો.
મંદિરે જતા લોકો સાથે મારપીટ પણ થાય છે
CoHNAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યુયોર્કમાં હિન્દુઓના મંદિરોને ટારગેટ કરાઈ રહ્યા છે. મંદિરે જતા લોકો સાથે મારપીટ પણ કરવામાં આવી રહી છે. 2020માં પણ એફબીઆઈએ પણ એ વાતને સ્વીકારી હતી કે ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હેટ ક્રાઈમમાં 500 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે જો બાયડેનના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારમાં 100થી વધુ ભારતીય મૂળના લોકો ખૂબ જ શક્તિશાળી પદો પર છે.