રાજ્યના ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓને અપાતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે. 28 મહાનુભાવોને અપાતી સુરક્ષામાં ગૃહ વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ઘણા પૂર્વ મંત્રીઓની સુરક્ષામાં મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારે સુરક્ષા રિવ્યૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે, રાજ્યના ગૃહ વિભાગે 28 મહાનુભાવને અપાતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા રાકેશ શાહ, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા, હિંમતસિંહ પટેલ, બિમલ શાહ, ભૂષણ ભટ્ટ, ડૉ.ઋત્વિજ પટેલ અને રાજેન્દ્રદાસજી મહારાજની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. તો શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14ની સુરક્ષા યથાવત્ રાખવામાં આવી છે.
- Advertisement -
સ્કોર્પિયોને ફોર્ચ્યુનરમાં જોવા મળશે CM
આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાના કોનવેમાં ગાડીઓ બદલી નાખવામાં આવી છે. મુખ્યમંત્રી અત્યાર સુધી મહિન્દ્રાની સ્કોર્પિયો ગાડી વાપરતા હતા પરંતુ હવે તેમના કોનવેમાં ગાડી બદલાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તમામ ગાડીઓ તકનીકી સુવિધાઓથી સજ્જ
ભૂપેન્દ્ર પટેલે હવે નવી નક્કોર ફોર્ચ્યુનર ગાડીઓ છોડાવી છે. મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે છ ગાડીઓ રહે છે, પરંતુ ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવું પડે તેમ હોય તો એક સ્ટેન્ડ બાય કાફલા તરીકે અન્ય છ ગાડીઓને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા તથા તકનીકી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.