વર્ષ 2022ના છેલ્લા મહિનામાં તાબડતોડ એક બે નહીં, પરંતુ 32 ફિલ્મો રીલીઝ થઇ રહી છે. તામિલ, તેલુગુથી લઇને હિન્દી ફિલ્મોના પ્રશંસકો માટે આ અઠવાડિયુ શાનદાર રહેશે.
ડિસેમ્બર મહિનાનુ બીજુ વીક ફિલ્મોથી ભરપૂર રહેશે
- Advertisement -
આ વખતે વર્ષ 2022 ફિલ્મ લવર્સ માટે નિરાશાજનક રહ્યું છે. બૉયકૉટ ટ્રેન્ડ વચ્ચે ફિલ્મો કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. મોટા સ્ટાર્સ ધરાશાયી થયા. પરંતુ વર્ષ 2022ના ડિસેમ્બર મહિનાનુ બીજુ વીક ફિલ્મોથી ભરપૂર રહેશે. આ અઠવાડિયે થિયેટરમાં ક્રાઈમ, થ્રિલર, કોમેડીથી લઇને સસ્પેન્સ સુધી દર્શકોને બધુ મળશે. અમે તમને 5 થી 11 ડિસેમ્બરની વચ્ચે રીલીઝ થવાની ફિલ્મોની આખી યાદી બતાવી રહ્યાં છે. આ ડિસેમ્બરમાં આશરે 32 ફિલ્મો રીલીઝ થશે.
છ હિન્દી ફિલ્મો થશે રીલીઝ
આ અઠવાડિયે થિયેટરોમાં 6 હિન્દી ફિલ્મો રીલીઝ થઇ રહી છે. 9 ડિસેમ્બરે બોલીવુડ અભિનેત્રી કાજોલ અને વિશાલ જેઠવાની સલામ વેન્કી, રીલીઝ થઇ રહી છે. આ સાથે સંજય મિશ્રા અને નીના ગુપ્તાની ફિલ્મ વધ પણ આ દિવસે રીલીઝ થશે. બંને ફિલ્મો થિયેટરમાં રીલીઝ થશે. 9 ડિસેમ્બરે જેકી શ્રોફની ફિલ્મ લાઈફ ઈજ ગુડ, તુષાર કપૂરની મારીચ અને કન્નડ ડાયરેક્ટર ઋષિકા શર્માની પેન ઈન્ડિયા ફિલ્મ વિજયાનંદ પણ હિન્દીમાં રીલીઝ થશે.
- Advertisement -
તેલુગુની આ મોટી ફિલ્મો થશે રીલીઝ
9 ડિસેમ્બરે તેલુગુ ભાષાની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ટકરાશે. ચેપલાની ઉદી, માં ઈષ્ટમ, ડીઆર 56, પ્રેમાદેશમ, ગુરતુન્ડા સીતકલામ, પંચતંત્રમ, આઈ લવ યુ ઇડિયટ, નમસ્તે સેઠ જી રીલીઝ થવા માટે તૈયાર છે. બધી ફિલ્મો મોટા પડદે એન્ટ્રી કરશે.