થોડા સમય પહેલાં, ભારતની સૌથી લોકપ્રિય અને રોમાંચક વેબ સિરીઝ પાતાલ લોકની બીજી સીઝનનું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં જયદીપ અહલાવતનો ખૂબ જ ચોંકાવનારો લુક સામે આવ્યો હતો, જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આગામી સિઝન પાછલી સિઝન કરતાં વધુ રોમાંચક રહેવાની છે. તેની આગામી સિઝન ક્યારે આવશે તે જાણવા માટે દરેક લોકો ઉત્સુક હતાં.
ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોએ તેની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ ’પાતાલ લોક’ની બીજી સીઝનના પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. આ ક્રાઈમ ડ્રામા સીરિઝ 17 જાન્યુઆરી,2025થી પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થશે. ભારત સહિત 240 થી વધુ દેશોમાં પ્રાઇમ વીડિયો પર આ સિરિઝનું પ્રીમિયર થશે. ‘પાતાળ લોકની પહેલી સિઝનની શક્તિશાળી વાર્તા અને શ્રેષ્ઠ પાત્રોએ સમાજનું કડવું સત્ય બધાની સામે લાવ્યું હતું, જેનાં કારણે તેને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી.’
- Advertisement -
અવિનાશ અરૂણ ધવરે દ્વારા દિગ્દર્શિત આ સિરિઝનું નિર્માણ ક્લીન સ્લેટ ફિલ્મ્સ પ્રોડક્શન અને યુનોઈયા ફિલ્મ્સ એલએલપી દ્વારા કરવામાં આવ્યું છે. જયદીપ અહલાવત, ઈશ્વાક સિંહ અને ગુલ પનાગ જેવાં પ્રતિભાશાળી કલાકારો ’પાતાલ લોક’ સીઝન 2 માં પાછા ફરશે, જ્યારે તિલોત્તમા શોમ, નાગેશ કુકુનૂર અને જાહનુ બરુઆ જેવાં નવાં કલાકારો પણ આ સિઝનમાં જોવા મળશે.
સુદીપ શર્મા દ્વારા લખાયેલ અને નિર્મિત, ક્રાઈમ ડ્રામાની પ્રથમ સિઝનમાં જયદીપ અહલાવતને હાથી રામ ચૌધરી નામનાં દિલ્હી પોલીસ અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યો હતો જે એક પ્રાઇમ ટાઇમ પત્રકારની હત્યાનાં પ્રયાસમાં ચાર શકમંદોને પકડવામાં અને આજીવન કેદની સજાનો કેસ કરે છે. નવી સીઝનમાં અહલાવત ઈશ્વાક સિંઘ અને ગુલ પનાગની સાથે તેની ભૂમિકા ફરી જોવા મળશે. ’પાતાલ લોક’ સિરિઝની પ્રથમ સિઝનને તેની વાર્તા, ચોંકાવનારા ટવીસ્ટ અને ટર્ન્સ અને ઉત્તેજક રોમાંચ માટે લોકોએ ખૂબ વખાણી હતી. તેનો વિચારપ્રેરક પરાકાષ્ઠા પ્રેક્ષકોને ન્યાય અને ભ્રષ્ટાચાર વચ્ચેની બારીક રેખા વિશે વિચારવા મજબૂર કરે છે.
સિરિઝની વાર્તા પ્રેક્ષકોને જકડી રાખે છે. નવી સીઝન હાથી રામ ચૌધરી ઉર્ફે જયદીપ અહલાવત અને તેની ટીમને અજાણ્યાં પ્રદેશમાં લઈ જાય છે, એક ખતરનાક ’નવું નરક’ જે તેમની પહેલાં કરતાં વધુ કસોટી કરશે.