દુનિયાનો બીજો સૌથી મોટો હીરો મળ્યો, બોત્સ્વાનાના રાષ્ટ્રપતિએ આ હિરો બતાવ્યો
દક્ષિણ આફ્રિકાના દેશ બોત્સ્વાનામાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. આ અનકટ હીરો 2492 કેરેટનો છે. કેનેડિયન કંપની લુકારા મંડની બોત્સ્વાનાની ખાણમાંથી તેને કાઢવામાં આવ્યો છે.
- Advertisement -
અગાઉ 1905માં દક્ષિણ આફ્રિકામાં 3106 કેરેટનો કુલીનન ડાયમંડ મળ્યો હતો. તે નવ અલગ અલગ ટુકડાઓમાં કાપવામાં આવ્યો હતો. તેમાથી ઘણાં બ્રિટનના શાહી તાજમાં મઢવામાં આવ્યાં હતા.
બોત્સ્વાનાની કેરો ખાણમાંથી વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. તે બોત્સ્વાનાની રાજધાની ગેબોરોનથી 500 કિલોમીટર ઉત્તરમાં આવેલી છે. બોત્સ્વાના સરકારે કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાના કોઈપણ દેશમાં મળેલો આ સૌથી મોટો હીરો છે. અગાઉ 2019 માં બોત્સ્વાનામાં જ 1758 કેરેટનો હીરો મળ્યો હતો. બોત્સ્વાના વિશ્વનો સૌથી મોટો હીરાની ખાણ ધરાવતો દેશ છે. વિશ્વના 20 ટકા હીરાનું ઉત્પાદન બોત્સ્વાનામાં જ થાય છે.