દશેરાથી 8 દિવસ સુધી બાય બાય નવરાત્રીનું અનોખું આયોજન
ગ્રાઉન્ડમાં કમિટિની મજબૂત ટીમ વ્યવસ્થામાં અગ્રેસર
ગ્રાઉન્ડમાં 3 એક્ઝિટ ગેઇટ, એમ્બ્યુલન્સ સાથે ડૉક્ટર્સની ટીમ સતત ઉપસ્થિત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા 16 વર્ષ થી રોયલ રજવાડી રાસોત્સવનું આયોજન થઈ રહ્યું છે.આ વર્ષે ખાસ બહેનો માટે પ્રથમ 5000 પાસ માત્ર 250 રૂપિયામાં કાઢી આપી નહીં નફો નહીં નુકસાનના દરથી માત્ર રંગીલા રાજકોટિયનોને તહેવારોનો આનંદ કરાવતું આયોજન બન્યું છે. રોયલ રજવાડી રાસોત્સવના પ્રેસિડન્ટ વિજયસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા અને સમગ્ર ટીમ છેલ્લા 1 મહિનાથી જહેમત ઉઠાવી આયોજનને ચારચાંદ લગાડી રહ્યા છે. રોયલ રજવાડી રાસોત્સવના ગ્રાઉન્ડમાં દર વર્ષે એક મહિના જેટલું આયોજન હોઈ છે.નવરાત્રી પહેલા 10 દિવસ વેલકમ નવરાત્રી, બારમા નોરતા અને દશેરાથી 8 દિવસ સુધી બાય બાય નવરાત્રીનું અનોખું આયોજન કરવામાં આવે છે.
લાખો ખેલૈયાઓ આ એક મહિના દરમ્યાન મિત્રો તેમજ પરિવારજનો સાથે આનંદ માણે છે. રોયલ રજવાડી રાસોત્સવ માં છેલ્લા 16 વર્ષથી કમીટી મેમ્બરની મજબૂત ટીમ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ મા અગ્રેસર છે.નાના મોટું કાંઈ પણ ક્ષતિઓ હોઈ તે આયોજકો સુધી પોહચે તે પહેલાં જ સોલ્યુશન લાવે છે. રોયલ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓ ને કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં કાંઈ પણ તકલીફ પડે તો ડોક્ટર્સની ટીમ એમ્બ્યુલન્સ સાથે સતત ત્યાં હાજર રહે છે.સાથે જ તંત્ર સાથે સતત આયોજકો સંપર્કમાં રહી ખેલૈયાઓની સુરક્ષાને પ્રાધાન્ય પહેલા આપે છે.