ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના સ્વર્ગસ્થ રાજવી અને પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં વાંકાનેરના રાજપરિવારે 46000 જેટલા મબલખ વૃક્ષોનું રોપણ કરીને શહેરને હરિયાળું બનાવવા બીડું ઝડપ્યું છે. વાંકાનેરના સદગત મહારાજ અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તથા પર્યાવરણ પ્રેમી એવા મહારાણા ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની યાદમાં વાંકાનેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાનુભાવોની હાજરીમાં શહેરને હરિયાળું અને લીલુંછમ બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
હાલના રાજવી કેસરીદેવસિંહની આગેવાનીમાં સંતો, મહંતો, ફોરેસ્ટ ઓફિસર, પર્યાવરણ સાથે જોડાયેલા વ્યક્તિઓ, સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની હાજરીમાં વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓને પ્રસંગને અનુરૂપ કિંમતી ટીસ્યુ કલ્ચર સાગના છોડ સન્માન સ્વરૂપે ભેટ આપવામાં આવ્યા હતા.