ભોપાલ, બીના જંકશન, કટની, મુરવારાના બદલે ભોપાલ, ઇટારસી જંકશન થઇ જબલપુર તરફ દોડશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જબલપુર ડીવીઝનમાં બ્લોકના કારણે તા.15 જુન શનિવારથી સોમનાથ-જબલપુર ટ્રેન બદલાયેલા રૂટ પર થઇ દોડશે. આ ટ્રેન બીના જંકશન, કટની, મરવારાના બદલે ઇટારસી જંકશન થઇ જબલપુર રૂટ પર જશે. પશ્ર્ચિમ રેલવેના જબલપુર ડીવીઝનના માલખેડી અને મહાદેવ ખેડી સ્ટેશન વચ્ચે એન્જીનિયરીંગ કામના કારણે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે તા.15,17,22 24,29 જૂન અને તા.1,6,8 જુલાઇના સોમનાથ- જબલપુર ટ્રેન તેના નિર્ધારિત રૂટ ભોપાલ, બીના જંકશન, કટની, મુરવારાના બદલે ભોપાલ, ઇટારસી જંકશન થઇ જબલપુર તરફ દોડશે. જયારે જબલપુરથી સોમનાથ તરફઆવતી ટ્રેન તા.24, 28 જુન અને તા.1,5,8 જુલાઇના કટની, મુરવારા, બીના જંકશનના બદલે ઇટારસી જંકશન, ભોપાલ થઇ સોમનાથ તરફ આવશે.