વિજ્ઞાન પણ હવે આ બાબતને અધિકૃત રીતે સમર્થન આપે છે
આપણે ત્યાં કસરત, વ્યાયામ અને શારીરિક શ્રમનું મહિમાગાન તો આપણે ત્યાં ખુબ થાય છે પરંતુ બહુ ઓછા લોકો શરીરને કષ્ટ આપવાનું પસંદ કરે છે. બીજી તરફ શારીરિક મહેનત અને નિયમિત પ્રકારની કસરતોનો મગજની કાર્યપ્રણાલી પર શું પ્રભાવ પડે છે તે વિષયમાં ખાસ નોંધપાત્ર સંશોધનો પણ ન હતા. જોકે પ્રો.ડો. કર્ક એરિક્સને આ ક્ષેત્રે માતબર કાર્ય કરીને સમગ્ર વિશ્વના લોકો માટે એક નવી આધારભૂત જાણકારી ઉપલબ્ધ કરી છે જેમાં વૃદ્ધો સહિતના તમામ વય જૂથના લોકોના મગજના સ્વાસ્થ્ય પર વ્યાયામની જે જે અસરો પડે છે તેનો વિસ્તૃત વૈજ્ઞાનિક સંશોધન આધારિત અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. આ વૈજ્ઞાાનિક સંશોધનોએ દર્શાવ્યું છે કે ખાસ્સા પ્રમાણમાં શારીરિક પ્રવૃત્તિઓ શારીરિક હિલચાલના કારણે પાછલી ઉંમરમાં થતાં માનસિક ઉન્માદની માત્ર અને પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. એટલું જ નહીં, પરંતુ સારા સમાચાર એ છે કે તમારી ઉંમર ગમે તે હોય, વધુ હલનચલન કરવાથી મગજના કાર્યોમાં લાભો મેળવવામાં ક્યારેય મોડું હોતું નથી. એવા પુરાવા પણ છે કે કસરત હળવી જ્ઞાનાત્મક ક્ષતિ (ખઈઈં) ને પણ ધીમી પડી શકે છે – તેનાથી યાદશક્તિ અને વૈચારિક કૌશલ્યમાં એક નાનો પણ નોંધપાત્ર સુધારો જે ઘણી વખત અલ્ઝાઈમર તરફ દોરી જાય છે તેને શરૂઆતમાં જ કાબૂમાં લઇ શકે છે. પિટ્સબર્ગ યુનિવર્સિટીના પ્રો. કિર્ક એરિક્સન કોગ્નીટીવ ન્યુરો સાયન્સ, એઇજીંગ, જીનેટિક, ન્યૂરો પ્લાસ્ટિસિટી અને મોલેક્યુલાર મિકેનીઝમ ઓફ કોગ્નીટિવ ફંકશનના ક્ષેત્રોમાં વ્યાપક સંશોધનો કરી રહ્યા છે. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓએ સમજશક્તિના વિવિધ પાસાઓ અને સહાયક મગજની રચના તેમજ સમયાંતરે તેના કાર્યમાં થતા ફેરફારોના પર સંશોધન કર્યા છે. તેમણે એ વાત વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે પ્રસ્થાપિત કરી છે કે વિવેકબુદ્ધિ જાળવી કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિ અને હળવી કસરતોમાં ભાગ લેવાથી વૃદ્ધોમાં સમજશક્તિ અને મગજની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. તેઓ હાલમાં પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં ઇઅઈઇં લેબના મુખ્ય સંશોધક છે અને પુખ્તાવસ્થાના અંતમાં મગજ કેવી રીતે બદલાય છે અને સ્વાથ્ય અને પ્રસન્ન વૃદ્ધત્વને પ્રોત્સાહન આપતા પરિબળો પર તેમના સંશોધન અધિકૃત ગણાય છે.
તો હવે સવાલ એ ઊભો થાય છે કે મસ્તિષ્કને બહેતર અને વધુ સતેજ કરવા કયા પ્રકારની કસરતો કે શારીરિક શ્રમ કરવો જોઈએ અને તેના પરિણામો કેટલા સમય પછી જોવા મળે? આપણા ભારતીય શાસ્ત્રોમાં અને અર્વાચીન યુગમાં ગાંધીજીએ સૂચવેલ જીવન પદ્ધતિમાં સ્વાવલંબન અને સ્વશ્રયનું ખુબ જ મહત્વ દર્શાવ્યું છે પણ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનની ભાષામાં નિષ્કર્ષ આપવા પડે. આ સંદર્ભમાં અગાઉનું વૈજ્ઞાનિક સાહિત્ય સૂચવે છે કે વ્યાયામની મસ્તિષ્કની પ્રવૃત્તિઓ પરની સ્પષ્ટ અસરો છ મહિનાથી એકાદ વરસ જેટલા સમયની કસરતો પછી સ્પષ્ટ
- Advertisement -
નિયમિત કસરત કરનાર વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં મસ્તિષ્કની કામગીરીની બીમારીઓ કે અલ્ઝાઇમરનો ભોગ નથી બનતી
એરોબિક કસરતની માત્રામાં વધારો કરીને દર અઠવાડિયે 300 મિનિટ મધ્યમ તીવ્રતા અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતા વધારાના લાભો આપશે
રીતે જાણી શકાતી હોય છે. જોકે તેમાં શારીરિક પ્રવૃત્તિના પ્રકારનું પણ મહત્વ હોય છે. આ બાબતે મસ્તિષ્કના સ્વાસ્થ્યની જાળવણી અને તેમાં સુધાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આધારભૂત અભ્યાસો પૂરા પાડતી, ડોકટરો વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને નીતિઓ નિર્ધારિત કરતા તજજ્ઞોની એક સ્વતંત્ર પેનલ, ગ્લોબલ કાઉન્સિલ ઓન બ્રેઈન હેલ્થ દ્વારા 2019માં શારીરિક પ્રવૃત્તિ અને મગજની તંદુરસ્તી માટે ભલામણોની સૂચિ તૈયાર કરી હતી. એકંદરે, આ અહેવાલ બે પ્રકારની ભલામણો કરે છે. જેમાં એક વાત હેતુપૂર્ણ (વ્યવસ્થિત) કસરત કરવા બાબતે છે બીજી વાત આપણા રોજિંદા જીવનમાં સક્રિય રહેવાની, એટલે કે સ્વાવલંબન અને સ્વશ્રયની છે. આવી કસરતોની શરૂઆત ધીમે ધીમે કરી પ્રમાણ વધારતા રહેવું જોઈએ. પ્રારંભમાં માધ્યમ ગતિએ ચાલવાનું શરુ કરવું જોઈએ. હૃદયના ધબકારા નિયમિત થાય તે માટે લયબદ્ધ રીતે ચાલવાની આદત કેળવવી જોઈએ. ચાલવાની ગતી ઝડપી રાખવી જોઈએ. સ્ટ્રેન્થ/પ્રતિરોધક તાલીમ દા.ત. વજન ઊંચકવું સ્ક્વોટ્સ, લંગ્સ, એરોબિક તાલીમ જે તમારા હૃદયના ધબકારા વધારે છે જેમ કે સાયકલિંગ, જોગિંગ, રનિંગ, સ્વિમિંગ લેપ્સ, ગ્રુપ એક્સરસાઇઝ ક્લાસ. નિષ્ણાતોની સલાહ એવી છે કે સમય જતા પોતાની જાત સમક્ષ થોડો વધુ પડકાર મૂકો. જો તમે ખૂબ સક્રિય ન હોવ, તો આરામથી સ્ટ્રેચિંગ અને ચાલવાનું શરૂ કરો. જો તમે પહેલેથી જ વોકર અથવા જોગર છો, તો તમારી ગતિ અથવા અંતર વધારો. જો તમે સક્રિય દોડવીર છો, તો દોડવાનું ચાલુ રાખો અને તાકાત/પ્રતિરોધક તાલીમ શરૂ કરો. પ્રેરિત રહેવા માટે, અન્ય લોકો સાથે શારીરિક પ્રવૃત્તિઓ કરવાનું વિચારો. શારીરિક પ્રવૃત્તિના સામાજિક પાસાઓ તમને તમારા પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રેરણા આપી શકે છે. તમારા શરીરને ગતિશીલ કરવા માટે નક્કર યોજનાઓ બનાવો – તમે ક્યારે, ક્યાં અને કોની સાથે શારીરિક રીતે સક્રિય થશો તે વિશે વિચારો. એરોબિક કસરતની માત્રામાં વધારો કરીને દર અઠવાડિયે 300 મિનિટ મધ્યમ તીવ્રતા અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતા વધારાના લાભો આપશે. મધ્યમ-તીવ્રતાની કસરત દરમિયાન, તમારું હૃદય ઝડપથી ધબકશે અને તમે સામાન્ય કરતાં વધુ શ્વાસ લેશો તેમ છતાં તમે હજી પણ વાત કરી શકશો. જોરશોરથી, શરીર કદાચ ગરમ થઈ જશો અને પરસેવો થવા લાગશો અને તમે શ્વાસ છોડ્યા વિના વધુ વાત કરી શકશો નહીં. વૃદ્ધોના બે અલગ અલગ મોટા જૂથ પર તાજેતરમાં હાથ ધરવામાં અભ્યાસના તારણો રસપ્રદ છે. આ માંહે પહેલું ગ્રુપ નિયમિત રીતે ચાલવાની કસરત કરતું હતું જ્યારે બીજું જૂથ નિયમિત રીતે સ્ટ્રેચિંગ અને ટોનિંગની કસરતો કરતું હતું. અભ્યાસની શરૂઆતમાં બન્ને જૂથોના સભ્યોના મગજના હિપોકેમ્પલ તરીકે ઓળખાતા પ્રદેશનું કદ એક સરખું હતું. મગજનો આ ભાગ યાદશક્તિની ક્ષતિ અને અલ્ઝાઈમર રોગ સાથે સંકળાયેલો હોય છે. એક વર્ષ પછી સ્ટ્રેચિંગ અને ટોનિંગ જૂથના સભ્યોના હિપ્પોકેમ્પસના કદમાં સરેરાશ 1.5% ઘટાડો નોંધાયો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ઘટાડો દર 50 વર્ષથી વધુ વયના તંદુરસ્ત લોકોમાં વાર્ષિક ઘટાડાના સરેરાશ વાર્ષિક દર સાથે સુસંગત છે. વોકિંગ ગ્રૂપના લોકોના હિપ્પોકેમ્પસના કદમાં 2% વધારો નોંધાયો હતો. તેથી, આ અભ્યાસ સૂચવે છે કે જીવનમાં પાછળથી કસરતની નવી પદ્ધતિ શરૂ કરવાથી મગજ માટે ખૂબ જ વાસ્તવિક લાભ થઈ શકે છે. આ સાથે જ આજે અહી જ્યારે માનસિક સ્વાસ્થ્ય અને મગજની ક્ષમતાના સંદર્ભમાં કસરતની ઉપયોગિતાની વાત નીકળી છે ત્યારે આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા ચાર મહત્વના સ્ત્રાવો વીશે પણ જાણી લઈએ; ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો મગજ કે મન પર પ્રત્યક્ષ અસર કરે છે. આવા ચાર મુખ્ય રસાયણ છે; ડોપામાઇન, એન્ડોરફીન, સરટોનિન, ઓક્સીટોસીન શરીરને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીરને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝરે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે. જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે.. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે… હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ. તો બીજા બે રસાયણો કયા છે..? માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન
- Advertisement -
સ્વસ્થ જીવનમાં ચાર રસાયણોના સ્ત્રાવનું પ્રદાન ખુબ જ રસપ્રદ છે

વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં
કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિનો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે
ને કેવી રીતે પેદા કરવા. જો આ બે રસાયણ કૈક જુદા પ્રકારના છે એના પેદા કરવા થોડી મહેનત અને સ્વભાવ મહત્વનો ફાળો ભજવે છે. સરટોનિન ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે બીજાને લાભ થાય એવું કોઈ કાર્ય કરીયે.. આપણો ખુદનો સ્વાર્થ છોડી બીજાને મદદરૂપ થવાની ક્રિયા કરીયે ત્યારે આપોઆપ મગજમાં સરટોનિનનું પ્રમાણ વધવાની શરૂઆત થાય છે. કોઈ ગરીબને મદદ કરવી, રસ્તામાં કોઈ અજાણ્યાને મદદ કરવી, સગાંવહાલાં ને કામ આવવું. પોતાનો વિચાર કર્યા વગર, સ્વાર્થમુક્ત બની અન્યને ફાયદો થાય એવું કામ કરીએ એટલે આપોઆપ એક આનંદ થાય છે જે બીજું કાંઈ નહીં પણ સરટોનિનની અસર છે, આ આદત કેળવવી પડે છે.. વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં. બસમાંથી ઉતરતી વખતે કોઈને સામાન ઊંચકવામાં મદદ કરી, ઝાડને પાણી પાયું, લિફ્ટમાં જતી વખતે કોઈની રાહ જોઇને એમને પણ સાથે લીધા, બાળકોને હસાવ્યા- વાર્તા કરી-રમ્યા, પ્રાણીને ખવડાવ્યું, પરિચિત વ્યક્તિઓ કરતા પણ અપરિચિત વ્યક્તિને મદદરૂપ થવું એ પણ નિસ્વાર્થભાવે એ જ ખરો આંનદ છે, દાન પુણ્ય કરવું પણ પુણ્ય કમાવા માટે નહીં, બીજાને ઉપકારીત કરવા નહીં, દેખાડો કરવા નહીં ફક્ત નિજાનંદ માટે એ મહત્વનું છે. આ ભાવ જો વહેતો રહે તો ઝિંદગી ના ખળખળતા ઝરણાં ગુંજી ઉઠે અને એની ભીનાશ આજુબાજુના સૌ કોઈને આંનદ આપે. કોઈની ખબર પૂછવી, અમસ્તો જ ફોન કરવો, એકાદ પત્ર કે લેખ લખવો, અગણિત એવા કામ છે જે બીજાના માટે કરી શકાય અને આંનદ આપણને મળે. આ નાનો લેખ લખતી વખતે મને ખરેખર આંનદ થાય છે કે બીજાને ગમશે ફાયદો થશે જીવન ઉપયોગી થશે એ જરૂર મારા અંદર મગજમાં રસાયણો પ્રભાવી ચોક્કસ બનાવશે. હું મારો સમય બીજાના માટે આ લેખ લખી આપી રહ્યો છું એ પણ નિસ્વાર્થ ભાવે એનો આનંદ તો વ્યક્તિ પોતે જ સમજી શકે. હવે સમજાય છે ને કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, નારાયણમૂર્તિ, રતન ટાટા, ઝુકરબર્ગ , ડાયમન્ડ કિંગ ધોળકિયા, અન્ય ઘણા નામી બેનામી લોકો અઢળક સંપત્તિ મેળવ્યા પછી કેમ ચેરિટી તરફ વળી ગયા. ફક્ત ને ફક્ત જીવનની ખુશી આંનદ અને મનની શાંતિ અને પોતાની જાતને સંતોષ આપવા.. જરૂરી નથી કે સંપત્તિ હોય તો જ દાન કરવાથી શાંતિ મળે, ફક્ત બીજાના માટે સારા વિચાર કરીને, સારું ઇચ્છી ને પણ મનને આંનદ મળે છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ચોથું રસાયણ છે ઓક્સીટોસીન આ રસાયણ સ્ત્રાવ પણ આપણે આપણી વિવિધ પ્રવૃત્તિથી થકી પેદા કરીયે છીએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક આવીએ છીએ, સહવાસ કેળવીએ છીએ, મિત્રતા વિકસાવીએ છીએ, સાંમાજિક બનીએ છીએ, સમાજના તમામ લોકોને મહત્વ આપીએ છીયે ત્યારે એક સારો ભાવ પેદા થાય છે, કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિ નો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે અને આપણને ખૂબ સારું અનુભવાય છે. મગજમાં કેમિકલ ઇમબેલેન્સ એવો શબ્દ ડોકટરો વાપરતા હોય છે, કેમિકલ લોચા વગેરે જેવી વસ્તુ ઓ દૂર કરવા ફક્ત આ ઉપર જણાવેલી ક્રિયાઓ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી ખરેખર તો મુશ્કેલી આવે તો આપણે એને સહજતાથી સમજી અને ઉપાય શોધી શકીએ છીએ. જીવનનો હેતુ ખુશ રેહવું અને બીજાને ખુશ રાખવાનો હોય છે, આજે પરિસ્થિતિ વિપરીત છે, એકબીજા માટે દ્વેષભાવ, ઈર્ષ્યા, કડવા વેણ, મદદરૂપ ન થવું, પીઠ પાછળ બોલવું, કંજુસાઈ કરવી, કોઈના માટે સમય ન આપવો, સહાનુભુતિ ન દર્શાવવી, વગેરે મોટા ભાગની શાંતિ છીનવી જાય છે. ખોરાક પણ આવા કેમિકલ્સ ને માટે ઉદીપકનું કામ કરે છે એટલે જ તો કહેવાય છે જેવું અન્ન તેવું મન. જાતે બનાવેલો ખોરાક તેમાં એક ભાવ રેડે છે સ્વાદ વધારે છે વિચારો સારા કરે છે…માણસ ખુશ રહે છે!