જૂનાગઢ જિલ્લાના હાઇવે પર ઠેર-ઠેર ખાડારાજ: પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા
શહેર અને જિલ્લામાં તૂટેલા-ફાટેલા રસ્તાઓથી લોકોમાં રોષ: વર્ષોથી ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ, સારા માર્ગ ક્યારે મળશે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ શહેર અને જિલ્લામાં વર્ષોથી એકજ સમસ્યા જોવા મળી રહી છે જયારે ભારે વરસાદ પડે ત્યારે શહેર અને જિલ્લના હાઇવે પર ખાડારાજ જોવા મળે છે .તૂટેલા ફાટેલા રસ્તાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જયારે હાઇવે પર ખાડા પડી જવાથી દૂર દૂરથી આવતા પ્રવસીઓમાં ભારે નારાજગી સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે દર વર્ષે ચોમાસામાં આજ રીતે રોડ રસ્તાઓનું ધોવાણ થતા કરોડો રૂપિયાનું આંધણ થઇ રહ્યું છે જયારે આમુક ઇમાનદારીના રસ્તાઓ ટકી જાય છે અને ભ્રસ્ટ્રાચારના રસ્તાઓનું ધોવાણ થઇ જાય છે.ત્યારે શહેરીજનોને પ્રતિ વર્ષ રસ્તાઓનું ધોવાણ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અને સવાલો કરે છે કે, ક્યારે સારા રસ્તા મળશે.
જિલ્લાના હાઇવેની પણ બત્તર હાલત જોવા મળી રહી છે જેમાં જેતપુર – સોમનાથ હાઇવે પર કણજા નજીક રોડ પર મોટો મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે.ત્યારે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળે છે એક તરફ ટોલ ભરાવો પડે છે તો બીજી તરફ સારા રસ્તાઓ નથી મળતા અનેક વાહન ચાલકોના ટાયર ચિરાઈ જાય છે તો બીજી તરફ વહીલ પ્લેટો નીકળી જાય છે જયારે હાઇવે પર ખાડાને લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, સારા રોડ બને ત્યારે ટોલ ટેક્સ ઉઘરાવો જોઈએ ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરવું જોઈએ તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.એક તરફ રાજ્ય સરકાર કરોડોના ખર્ચે હાઇવેના રોડ બનાવે છે પણ નબળી ગુણવતાની કામગીરીના લીધે ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ થતા ભ્રસ્ટ્રાચાર થતો હોવાનું લોકો જણાવી રહ્યા છે.જૂનાગઢ શહેરમાં પણ રસ્તાઓનો કચ્ચરઘાણ વળી ગયો છે શહેરના અનેક મુખ્ય રસ્તાઓ તૂટેલા ફાટેલા અને ખાડા પડી જવાને લીધે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ક્યારે વાહન માંથી ગોથું ખાય જાય તેની કોઈ ગેરેંટી નથી જો મજૂબત અને ગુણવતા યુક્ત રસ્તાઓનું કામ થયું હોત તો આજે રસ્તાઓ વરસાદમાં પણ ટકી શકે છે.દર ચોમાસામાં આજ રીતે શહેરના રસ્તોનું ધોવાણ થતું જોવા મળે છે અને સ્થાનિક લોકો ખરાબ રસ્તાના કારણે પારાવાર મુશ્કેલી અનુભવે છે.ત્યારે જૂનાગઢના સ્થાનિક ઓનલી ઇન્ડિયનની ઓળખ ધરાવનાર અને સિનિયર સિટીજન જાહેર માર્ગો પર બેનર લઈને મનપાના પૂર્વ પદાધિકારીઓ અને મનપા અધિકારીઓને પણ અપીલ કરે છે કે, ક્યારે બાઈક, સાઇકલ અને પગપાળા ચાલીને શહેરના માર્ગો પર નીકળો તો હકીકતનો ખ્યાલ આવશે આવા બેનરો સાથે રોષ વ્યક્ત કરી પોતાની વ્યથા ઠાલવે છે.
જૂનાગઢ મનપાએ કામચલાઉ થિગડાં મારવાનું શરૂ કર્યું
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં બિસમાર રસ્તા પર પાણા અને કપચી નાખીને હાલ કામચલાઉ થીગડા મારવાની કામગીરી શરુ કરી છે એ પણ જો પાણો કોઈના વાહનના ટાયર માંથી છટકી ગયો તો જે રાહદારી હડફેટે ચડી ગયો તો અકસ્માત થવાનો પૂરો ભય છે.મનપાએ પહેલાજ જો સારા રસ્તાઓનું ગુણવતા યુક્ત કામગીરી કરી હોત તો આજે શહેરીજનોને સારા રસ્તા જોવા મળ્યા હોત હાલતો લોકો જૂનાગઢને ખાડાગઢ તરીકે જુવે છે અને રોષ વ્યક્ત કરે છે.અને ક્યારે આ ખાડાગઢ માંથી મુક્તિ મળશે તેવી આશા રાખીને બેઠા છે.