પાલિકા પાસે રોડ-રસ્તાઓ માટે 4 કરોડ ગ્રાન્ટ પડેલ હોય ફક્ત કાગળ પર જ સાબિત થઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરના એસ.ટી બસ સ્ટેશન વિસ્તાર થી આહીર સમાજના ગેટ સુધીના રોડનીની અતિ બિસ્માર હાલત બની ગઇ છે. છેલ્લા સમયથી રોડ બિસ્માર સ્થિતિમાં છે. આ રોડ પરથી દિવસમા હજારો નાના-મોટા વાહનો પસાર થઇ રહ્યાં છે. અહીં રસ્તા પર ખાડાઓ પડેલા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. રસ્તા પર ખાડાઓ, તિરાડો પડેલ જેથી અકસ્માત ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. છતાંપણ કોઈ આ બિસ્માર રોડની મારમત કરવામા આવતુ નથી. હાલમાં નગરપાલીકા પાસે કાયમી માટે ચિફ ઓફિસરની જગ્યા ખાલી પડેલ છે જેથી કાયમી ચીફ ઓફિસર ન હોવાને કારણે શહેરના વિકાસના કામો અટકીને ઉભા હોય છે. ત્યારે હવે વહીવટદાર નગરપાલિકા દ્વારા એસટી બસ સ્ટેશન થી આહીર સમાજ ગેટ સુધીના રોડની મરામત કરવામા આવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે. ઉલ્લેખનિય એ છે કે, રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને વિકાસના કામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામા આવી છે. જેમા 4 કરોડ રૂપિયા નવા રોડ-રસ્તાઓ માટે તથા 3 કરોડ રૂપિયા તળાવના બ્યુટી ફીકેશન માટે ફાળવેલ છે. ત્યારે નગરપાલિકા વિકાસના કામો માટે કોની રાહ જોઈ રહ્યુ છે ખરા? શા માટે વિકાસના કામો શરૂ કરાતા નથી? કે પછી કાગળ પર જ કામગીરીઓ દેખાઇ રહી છે. ત્યારે પાલિકા દ્વારા બિસ્માર રોડ-રસ્તાઓની મરામત કયારે કરશે તેવો સવાલ ઉઠ્યો છે. નગરપાલિકા દ્વારા બિસ્માર રોડની મારમત કામગીરી શરૂ કરવામા આવે તે કે કેમ તે જોવાનુ રહ્યુ છે. રાજુલા શહેરમાં વિકાસના નામે મીંડુ જોવા મળ્યુ હતું.