રોડ વચ્ચે ડીવાઈડર નાખવામાં આવતા બંને તરફનો રોડ સાંકળો થઈ ચૂક્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગુરુકુળ ગેઈટથી લઈને ડી.સી.ડબલ્યુ સુધીન રોડની વચ્ચે ડીવાઈડર અને લોખંડની ગ્રિલ નાખવાનું કામગીરી શરૂ કરી હતી જેમાં રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધીના રોડ વચ્ચે લોખંડની ગ્રિલ નાખી ડીવાઈડર કરતા રોડ સાંકળો થઈ ચૂક્યો હતો અને ટ્રાફિક સમસ્યા સાથે અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો હતો એક તરફ નગરપાલિકા દ્વારા રોડની વચ્ચે ડીવાઈડર નાખવામાં આવ્યા જ્યારે અહીં રોડની બંને સાઇડ લારી ગલ્લા અને અન્ય દબાણોના લીધે રોડ પરથી નીકળવું મુશ્કેલ બની રહ્યું હતું આ સાથે રોકડિયા સર્કલ પર પ્રાઇવેટ વાહનોના ખડકલા થતા અહીં રોડ પર અવાર નવાર ટ્રાફિક જામ થતો હોવાથી રાહદારીઓને મુશ્કેલી વધી રહી હતી તેવામાં આ પ્રકારની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધીનો રોડ “નો પાર્કિંગ ઝોન”માં સમાવેશ કર્યો હતો જેમાં હવે રોડની બંને સાઈડમાં લારી ગલ્લા અને દબાણો દૂર કરી કોઈપણ પાર્કિંગ કરવાની પણ મનાઈ ફરમાવ્યું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે હવે આ વિસ્તારમાં પાર્કિંગ અથવા તો રોડની સાઈડમાં દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે.