વંથલી તાલુકાના નરેડીથી ઝાપોદડ અને ડુંગરી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય આગામી સમયમાં કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઝાપોદડ ગામના યુવા અગ્રણી મેહુલભાઈ જાનીએ પત્ર પાઠવી જણાવ્યું છે કે વંથલી તાલુકાના નરેડી થી ઝાપોદડ અને ડુંગરી સુધીનો ગ્રામ્યમાર્ગ અને ધોરાજી તાલુકાને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આ ખખડધજ રસ્તા પર મોટા વાહનો તો ઠીક પણ મોટરસાઇકલ પણ ચલાવવું મુશ્કેલ બન્યું છે બે વર્ષ પહેલા બનેલ આ રસ્તાનું નામું નખાઈ ગયું છે વોરંટી પિરિયડમાં હોવા છતાં રસ્તા રિપેર માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આગામી સમયમાં ત્રણેય ગામના સરપંચ ગ્રામજનો સાથે ઉપવાસ આંદોલન તેમજ જૂનાગઢ પોરબંદર હાઈવે પર નરેડી પાસે તમામ વાહનો રોકી ચક્કાજામ કરવામાં આવશે જેની તમામ જવાબદારી જેતે અધિકારીની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
નરેડીથી ડુંગરી વચ્ચેનો રસ્તો ખખડધજ, ગ્રામજનોની રસ્તા રોકો આંદોલન ચીમકી

Follow US
Find US on Social Medias