વિવિધ થીમ પર પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ’શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’નું આયોજન કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ‘ઓપરેશન સિંદૂર’ સહિતની થીમ પર વિવિધ ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યાં છે. કોડીનારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત સમીક્ષા ટીમે વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી.
- Advertisement -
ગણેશ મહોત્સવ અંતર્ગત સમીક્ષા ટીમે કોડીનારના વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લઈ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી, મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ, ’ઓપરેશન સિંદૂર’ અને સ્વદેશી વસ્તુઓની થીમ, પંડાલનું સ્થળ (ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય), સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી, પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતીમેળવીહતી.