ભારતમાં અત્યારે કોરોનાની ત્રીજી લહેરને પગલે દરેક ક્ષેત્રમાં રોકથામ લાગી રહી છે. ત્યારે સૌથી વધુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસો ખુબ ઝડપથી વધતા IRCTC દ્વારા ટ્રેઈન નંબર 82902/82901 ADI- MMCT- ADI મતલબ કે સુપ્રસિદ્ધ ‘તેજસ એક્સપ્રેસ’ ને આજથી લઈને 10/02/20222 સુધી અઠવાડિયામાં માત્ર 3 દિવસ જ ચલાવવામાં આવશે. તેજસ ટ્રેન હવેથી શુક્રવાર, શનિવાર અને રવિવારે દોડશે.
ઓપરેશનલ આગામી તારીખો 14,15,16, 21, 22, 23, 28,29, 30 જાન્યુઆરી અને 4, 5, 6 ફેબ્રુઆરીના તેજસ ટ્રેઈન ચાલશે. પ્રવર્તમાન પરિસ્થિતિના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.
- Advertisement -
IRCTC દ્વારા જણાવાયું કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને અસુવિધા ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે. સિસ્ટમ દ્વારા રદ્દ કરાયેલી ટ્રેઇનના તમામ મુસાફરોને એક SMS દ્વારા જાણ કરાશે, અને અમારી બેક એન્ડ ટીમ દ્વારા પણ તેમને એક E- mail પણ મોકલવામાં આવશે. તમામ મુસાફરોને એક ફોન પણ કરીને તેમના વૈકલ્પિક પ્રવાસ અંગે માહિતગાર કરવામાં આવશે.
જો હાલ પૂરતું કોવિડ સંક્રમણ અટકી જાય તો તેજસ ટ્રેઈન ફરીથી નિયત સમયમાં શરુ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન થાય માટે RPF દ્વારા મુસાફરોને જાગૃત કરવામાં આવે છે. માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરના ફરજીયાત ઉપયોગ માટે મુસાફરોને સતત સૂચના પણ અપાય છે. આ ટ્રેઈનમાં દરરોજ હજારો પ્રવાસીઓની અવર જવર થતી હોવાથી તેને વારંવાર સૅનેટાઇઝ પણ કરવામાં આવે છે, જેથી કોવિડ સંક્રમણ ફેલાતું અટકે.