ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરના છતડીયા રોડ પર નવનિર્માણ પામી રહેલ મહાત્મા ગાંધી આરોગ્ય નિશુલ્ક હોસ્પિટલ ખાતે બિલ્ડીંગમાં થોડા દિવસ પહેલા દિપડો ઘુસી જવાની ઘટના બની હતી. જેથી અફરાતફરી માહોલ સર્જાયો હતો. અને દીપડો હોસ્પીટલ બિલ્ડીંગના બીજા માળે આવીને બેસી ગયો હતો. જે બાદ ટ્રસ્ટી દ્વારા વન વિભાગને જાણ કરાતા તાત્કાલિક ધોરણે વન વિભાગ ટીમ દોડી આવી હતી. અને દીપડાને બહાર કાઢવા માટે અનેક પ્રયત્ન કર્યા હતાં. જોકે દીપડો વન વિભાગના હાથમા આવે તે પહેલા ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામા આવી હતી. ત્યારે આજે વહેલી સવારે આજ હોસ્પિટલ વિસ્તારમાંથી વન વિભાગે દીપડાને રેસક્યુ કરી પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી. દીપડાને પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરીમાં આરએફઓ યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફ જોડાયો હતો.