ત્રણ કેસમાં 9 લાખ, 6 લાખ અને 4 લાખ છ ટકાના ચડતા વ્યાજ સહિત ચૂકવવાનો મુકેશ શીલુને આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સ્મોલ કોઝ કોર્ટ દ્વારા શિવમ એન્ટ2પ્રાઈઝના માલિક મુકેશ લાભશંક2 શીલુ સામે દાખલ દાવો મંજૂ2 ક2વામાં આવ્યો છે. આ કેસની હકીકત એવી છે, દર્શીતાબેન પ્રવિણભાઇ ચાવડાના પિતા પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ચાવડા કે જેઓ મુકેશ લાભશંક2 શીલુ કે જે શિવમ એન્ટ2પ્રાઇઝ નામથી ચાલતા ધંધાના માલિક છે તેઓ બન્ને મિત્ર હતાં. મુકેશ લાભશંક2 શીલુને નાણાકીય સવલતની જરૂરિયાત હોવાથી પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ચાવડા પાસેથી હાથ ઉછીની રકમની માંગણી કરતાં પ્રવિણભાઈ લક્ષ્મણભાઇ ચાવડાએ તેમની દીકરી દર્શીતાબેન પ્રવિણભાઇ ચાવડાના બેંક ખાતામાંથી રૂા. 9,00,000/- પૂરા હાથ ઉછીના આપેલા. હાથ ઉછીની આપેલી રકમની મુકેશ લાભશંક2 શીલુ પાસે માંગણી ક2તાં મુકેશ લાભશંક2 શીલુએ સદરહુ 2કમ પરત ન આપતાં દર્શીતાબેન પ્રવિણભાઇ ચાવડાએ રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં હાથ ઉછીની આપેલ 2કમ વ્યાજ સહિત 52ત અપાવવા દાવો દાખલ કરેલો.
સદરહુ દાવો ચાલી જતાં નામદાર કોર્ટ એ 2જૂ ક2વામાં આવેલ પુરાવો તેમજ દલીલ ધ્યાને લઇ સદ2હુ દાવામાં નામદાર કોર્ટ એ શિવમ એન્ટરપ્રાઇઝ નામથી ચાલતા ધંધાના માલિક મુકેશ લાભશંક2 શીલુ સામે રૂા. 9,00,000/- પૂરા દાવો દાખલ તારીખથી 6 ટકાના ચડતા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરેલ છે. આજ રીતે અન્ય એક દાવામાં નામદા2 કોર્ટ એ શિવમ એન્ટ2પ્રાઇઝ નામથી ચાલતા ધંધાના માલિક મુકેશ લાભશંક2 શીલુ સામે રૂા. 10,00,000/- પૂરા દાવો દાખલ તા2ીખથી 6 ટકાના ચડતા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરેલ છે. આ સિવાયના વધુ એક કેસમાં રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં હાથ ઉછીની આપેલ રકમ વ્યાજ સહિત પરત અપાવવા દાવો દાખલ કરેલો જે દાવો ચાલી જતાં નામદાર કોર્ટએ 2જૂ ક2વામાં આવેલ પુરાવો તેમજ દલીલ ધ્યાને લઈ શિવમ એન્ટ2પ્રાઇઝ નામથી ચાલતા ધંધાના માલિક મુકેશ લાભશંક2 શીલુ સામે રૂા. 4,00,000/- પૂરા દાવો દાખલ તા2ીખથી 6 ટકાના ચડતા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરેલ છે. સદરહુ કેસમાં 2ામજીભાઈ પ્રવિણભાઈ ચાવડા વત્તી વકીલ ત2ીકે તરૂણ એસ. કોઠારી, રાજ ટી. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયેલા હતાં.



