21 એપ્રિલથી 16 મે સુધી ઓનલાઈન તેમજ ઓફલાઈન ફોર્મ ભરી શકાશે
રાજકોટ મનપા દ્વારા MIG – 1268 આવાસોના બાંધકામની કામગીરી ચાલી રહી છે. આ આવાસની કિંમત રૂપિયા 24 લાખ રાખવામાં આવી છે. કોવિડની પરિસ્થિતિને કારણે 24 લાખ પ્રતિ આવાસની કિંમત હોવાથી MIG આવાસના ફોર્મ જોઈએ એટલા પ્રમાણમાં વિતરણ થયા નહોતા અને લોકોનો પ્રતિસાદ પણ ઓછો મળ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડીંગ કમિટિએ કિંમત 6 લાખ ઘટાડીને પ્રતિ આવાસની કિંમત રૂ.18 લાખ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણયને આધારે MIG પ્રકારના 1268 આવાસો પૈકી હાલ ખાલી રહેલાં 769 આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી એટલે કે 21 એપ્રિલથી 16 મે સુધી ફોર્મ વિતરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ફોર્મ ભરીને પરત પણ કરી શકાશે. આ પ્રક્રિયા ઓફલાઈનની સાથે ઓનલાઈન પણ શરૂ કરવામાં આવશે.
આવાસ યોજનાના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓ જેવી કે શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક તથા રાજકોટ મનપાના તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને ભરત આપી શકાશે. 50 રૂપિયાના ફાયદા સાથે ફોર્મની ઓફલાઈન ફી 100 અને ઓનલાઈન ફી 50 રાખવામાં આવી છે.
- Advertisement -
MIG આવાસ માટે ફોર્મ સાથે 20,000 ડિપોઝીટ ભરવાના રહેશે. તેમજ 6 લાખથી 7.5 લાખની વાર્ષિક આવક ધરાવતાં લોકો જ ફોર્મ ભરી શકશે. આવાસમાં બે બેડરૂમ, એક સ્ટડીરૂમ, હોલ, રસોડું, સ્ટેન્ડીંગ બાલ્કનીની સુવિધા આપવામાં આવશે.


