101 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ ખાસ ઉપસ્થિતિ
દરેક સમાજે આગળ આવીને સમુહ લગ્નના આયોજનો કરવા જોઇએ : પાટીલ
‘વહુને પ્રથમ ખોળે દીકરો જ અવતરવો જોઇએ’ તેવી સાસુઓની ઇચ્છાથી સમાજમાં દીકરીની સંખ્યા ઘટતી જાય છે.
રાજકોટમાં સાગર ફાઉન્ડેશન દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં 101 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે, દીકરીની સંખ્યા ઘટશે તો સલામતિ માટે બહેનોએ ઘરમાં અંદરથી તાળુ મારીને બેસવું પડે તેવી સ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા દીકરીના પિતાએ દહેજ આપવાની પ્રથા હતી તે ઘણા બધા સમાજમાં બંધ થઇ ગઇ છે. હવે સ્થિતિ એવી થઇ ગઇ છે કે, દીકરીના પિતાએ દહેજ આપવું પડે છે કારણ કે, દીકરીની સંખ્યા જ એટલી ઘટી ગઇ છે. યુવાનોએ પણ સારી પત્ની મળે તે માટે ભણવું પડે છે અને સારું વર્તન કરવું પડે છે. આ સ્થિતિ છે એ સારી છે. મારો દીકરો મને પૂછતો હોય છે કે પપ્પા તમે દીકરીઓને બહુ પ્રેમ કરો છો. કારણ કે દીકરી નિસ્વાર્થભાવે પ્રેમ કરે છે. સાસુને એવી જ ઇચ્છે કે મારી વહુને પ્રથમ ખોળે દીકરો જ અવતરવો જોઇએ. આથી સમાજની અંદર દીકરીની સંખ્યા ઘટતી જાય છે. પરંતુ દરેક સમાજ સમૂહલગ્ન કરી રહ્યા હોવાથી માતા-પિતાને ખર્ચની ચિંતા થતી નથી.
- Advertisement -

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં કોઇ પણ રાજ્યમાં દીકરીઓની સંખ્યા ન ઘટે તે માટે ચિંતિત હોય છે. તેનું શિક્ષણનું પ્રમાણ ન ઘટે તે માટે યોજનાઓ બનાવે છે. આ દીકરીઓની સંખ્યા ઘટે છે એમાં કારણો છે કે, દીકરીઓના લગ્ન વખતે ખર્ચ થાય તેની વ્યવસ્થા ન થાય તો તેની ચિંતા સતાવે છે. આ માટે સુક્ધયા સમૃદ્ધિ જેવી યોજનાઓ પણ વડાપ્રધાને જાહેર કરી છે. લોકો ખૂબ તેનો લાભ લઇ રહ્યા છે. આજે સમૂહલગ્નમાં દીકરીના માતા-પિતાને ખર્ચની ચિંતા થાય છે તે થતી નથી. આથી દીકરાના પિતા દેવાદાર અને ઘર કે જમીન વેચવી પડતી નથી. સમાજ એની જવાબદારી ઉપાડી લે છે અને દીકરીના રંગેચંગ લગ્ન કરાવે છે. રાજકોટ ભાજપના કોર્પોરેટર જૈમિનભાઇ અને તેના ગ્રુપે આજે 101 દીકરીના સમૂહ લગ્ન કરાવ્યા છે. ભાજપનો કાર્યકર્તા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઇને કામ કરે છે.
આ પણ વાંચો: રાજકોટમાં 1 વર્ષ પછી 11 ફ્લાઈટ આવી
https://khaskhabarrajkot.com/2022/03/28/11-flights-arrived-in-rajkot-after-1-year/


