બાસમતી ચોખા સૌથી મોંઘા હોય છે, પણ જાપાનમાં કિનમેમાઈ રાઈસ નામના ચોખા મળેે છે જે બાસમતી કરતા મોંઘા છે. આ ચોખા 15,000 રૂપિયે કિલો વેચાય છે. ત્રણથી પાંચ મહિનામાં જ આ ચોખાનો પાક તૈયાર થઈ જાય છે. મિનામિઉઓનુમાના કોશીહિકારી વિસ્તારમાં આ ચોખા થાય છે અને એની વિશિષ્ટ ખેતીપ્રક્રિયા અને સ્વાદને કારણે કિનમેમાઈ ચોખા વિશ્વમાં સૌથી મોંઘા ભાવે વેચાય છે.
આ ચોખા ખાઈએ ત્યારે અખરોટ અને માખણનો સ્વાદ આવે છે. બ્રાઉન રાઈસ સ્વાદ અને પોષણ બંનેમાં સૌથી શ્રેષ્ઠ હોવાનુ કહેવાય છે. કિનમેમાઈ ચોખા રાંધતા પહેલા ધોવાની જરૂર નથી હોતી અને પાણી પણ ઓછુ જોઈએ. એમા 30 ટકા ઓછી કેલરી અને 32 ટકા ઓછી શર્કરા હોય છે.
- Advertisement -
એટલે કેલરી અને શુગર પર નિયંત્રણ રાખવા ઈચ્છતા લોકો માટે આ ચોખા ઉપયોગી છે. આટલા મોંઘા હોવા છતાં જાપાન ઉપરાંત એશિયાના વિવિધ દેશો અને અમેરિકા, યુરોપમાં પણ લોકો આ ચોખા મગાવે છે.