એક કિલોની કિંમત રૂા.50,000: એક નંગનાં રૂા.1300
ગુજરાતીનો મીઠાઈનો શોખ જાણીતો છે. મીઠા ઘુઘરા મોટાભાગે શ્રાવણનાં સાતમ-આઠમ તથા દિવાળીના તહેવારોમાં તેનુ ચલણ વિશેષ રહેતુ હોય છે. આ ઘુઘરા હવે ઉતર પ્રદેશમાં ચર્ચામાં આવ્યા છે.
- Advertisement -
ગોંડામાં મિઠાઈના દુકાનદારે ગોલ્ડન ઘુઘરા પેશ કર્યા છે. તેની એક કિલોની કિંમત રૂા.50,000 છે.એક નંગ ઘુઘરા રૂા.1300 માં વેચાય છે છતાં તે ખરીદવા લોકોની ભીડ ઉમટી રહી છે. સોનાની વરખથી બનેલા આ ઘુઘરાએ લોકોમાં જોરદાર આકર્ષક સજર્યુ છે.ઘુઘરામાં સોનાની વરખ ઉપરાંત કાશ્મીરી કેસસ, સ્વર્ણ ભસ્મ,પિસ્તા, કાજુ-બદામ તથા ખાસ ડ્રાયફ્રુટ પણ છે. 24 કેરેટ ગોલ્ડન વરખથી સજાવાયા છે.