મેળા દરમિયાન ભાવિકો માટે દૂધ-છાશ વિતરણ કેન્દ્રોની વ્યવસ્થા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આજથી ચાર દિવસ મહાશિવરાત્રી મેળો યોજાશે. આ મેળા દરમિયાન દૂધ, છાશ, એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ખછઙ કરતા ભાવ વધુ લઈ શકાશે નહીં. મેળા દરમિયાન મહેર સમાજ, દત્ત ચોક પાસે શક્તિ કોલ્ડ્રીંક્સ, કલ્યાણ ચોક પાસે બજરંગ પાન, ભવનાથ રીંગરોડ (અભય ડેરી) અને ભરવાડ સમાજની વાડી પાસે ગિરનાર દરવાજા (કનૈયા ડેરી) ખાતે દૂધ તથા છાશ વિતરણ કેન્દ્ર શરુ છે.
- Advertisement -
જૂના ભવનાથ પોલીસ સ્ટેશનની સામે આવેલ જગ્યા પર મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટમાં એક હંગામી દુકાન (ભવનાથ પ્રોવિઝન સ્ટોર)માં જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ (બજાર ભાવ એમઆરપી મુજબ) રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ જાહેર થયેલ છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઓઇલ માર્કેટિંગ કંપનીના નિયત બિલમાં દર્શાવવામાં આવ્યા હોય તે એમઆરપી મુજબ જ મળશે.આવશ્યક ચીજ વસ્તુઓની ફરિયાદ માટે કંટ્રોલરૂમ ખાતે નંબર (0285) 2621435 અને (0285) 2622011 ઉપર નાગરિકો ફરિયાદ નોંધાવી શકશે.