MCX એક્સચેન્જ પર સોનું 59147 અને ચાંદી MCXડ પર 75510 રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. આજે સોના અને ચાંદીના ભાવ ઘટાડા સાથે ખુલ્યા હતા. સોના અને ચાંદીમાં છેલ્લા સપ્તાહમાં વધારો જોવા મળ્યો હતો. એક સમયે સોનું 58000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ગયા અઠવાડિયે તે રૂ. 59 હજારના સ્તરને પાર કરી ગયો હતો. પરંતુ હવે સોનાના ભાવ ફરી નીચે આવ્યા છે.
- Advertisement -
એમસીએકસ એક્સચેન્જ પર સોમવારે સવારે 4 ઓગસ્ટ 2023ની ડિલિવરી માટે સોનું ઘટાડા સાથે 59147ના સ્તરે ખુલ્યું હતું. તો બીજી તરફ 5 ઓક્ટોબર 2023ના રોજ ડિલિવરી માટે સોનું 59565 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે ખુલ્યું હતું.
સોનામાં ઘટાડા વચ્ચે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. આજે સોમવારે સવારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 5 સપ્ટેમ્બર 2023ના રોજ ડિલિવરી માટે ચાંદી આજે સવારે એમસીએકસ પર 75510 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી.તો બીજી તરફ, 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી માટે ચાંદીની કિંમત 6934 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે ખુલી હતી.
સોમવારે સવારે સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 1,955.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત પણ ઘટીને 1,951.94 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી.
- Advertisement -
કોમેક્સ પર ચાંદીના વૈશ્વિક વાયદાના ભાવમાં સોમવારે સવારે ઘટાડો થયો હતો.
સોમવારે સવારે કોમેક્સ પર ચાંદી 25.00 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદીના વૈશ્વિક હાજર ભાવમાં પણ ઘટાડો થયો હતો અને તે 24.78 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.