ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલમાં યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકા તથા અન્ય આજુ બાજુના જોવાલાયક સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં દ્વારકા તથા યાત્રાધામ બેટ દ્વારકામાં કોરીડોરની કામગીરી ચાલુ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે દ્વારકા તથા બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરવામાં આવેલ બિનઅધિકૃત દવાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરવામાં આવેલ અન અધિકૃત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એસડીએમ,ઓખા નગરપાલીકા તથા પોલીસ સ્ટાફ સાથે રાખી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત ઘણા દબાણ લોકોએ સ્વેચ્છાએ દૂર કરેલ છે. યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકા તથા અન્ય આજુબાજુના જોવાલાયક સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં દ્વારકા તથા યાત્રાધામ બેટ દ્વારકામાં કોરીડોરની કામગીરી ચાલુ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. દ્વારકા તથા બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરવામાં આવેલ બિનઅધિકૃત દવાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરવામાં આવેલ અનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના ઓખા નગરપાલીકા, પોલીસ સ્ટાફને સાથે રાખી હાથ ધરાયેલ દબાણ હટાવ કામગીરીમાં બેટ દ્વારકાના સર્વે નં. 26 અને સર્વે નં. 386 ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્વે નં. 386 માં મૂકવામાં આવેલ અનધિકૃત કેબીનોને જાતે દૂર કરવાની ખાત્રી અપાતા તેમને ચોવીસ કલાકનો સમય આપી ખસેડી લેવા જણાવવામાં આવેલ. પ્રાંત અધિકારીના ટેલીફોનીક માર્ગદર્શનમાં ઉપરોકત દબાણ હટાવ કામગીરીમાં ઓખા નગરપાલીકાના ચીફ ઓફીસર, બેટ દ્વારકાના પી.આઈ, મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર તથા તલાટી વિગેરે હાજર રહ્યા હતા.
- Advertisement -
ઓખા નગરપાલીકાના ચિફ ઓફીસરે જણાવ્યું કે, નગરપાલીકમાં વિકાસ અને પ્રવાસન માટે જમીન ફાળવવાની છે. ગૌચર જમીનમાં સર્વે નં26 અને 386 જેમાં પાકા મકાન કે દબાણ કરવામાં આવેલું હતું તેમને નોટીસ આપી અને કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય તે માટે સમજાવીને દબાણો આજે દુર કર્યા છે. કબ્રસ્તાનની નજીકમાં જે કેબીનો હતી તેમને સ્વેચ્છાએ હટાવી લેવાની કહી છે. આ દબાણ હટાવવાની કામગીરી શાંતિના માહોલમાં સારી રીતે પૂર્ણ થઈ છે. હાલ બીજા આ રીતે તબ્બકાઓ આવશે પછી આ જમીન બાદમાં પ્રવાસનને આપવામાં આવશે. હાલમાં નડતર રૂપ નાના મોટા દબાણો દુર કરવામાં આવ્યા છે.



