ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાએ વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 7માં અનઅધિકૃત બાંધકામો દૂર કરવા માટે ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખાએ વોર્ડ નં. 2ના શ્રોફ રોડ પર આવેલા બાલાજી લાઈફ સ્ટાઈલ એપાર્ટમેન્ટમાં છાપરાનું દબાણ તથા વોર્ડ નં. 7માં કોલેજવાડી શેરી નં. 4માં સુશીલ નિવાસની બાજુમાં અનઅધિકૃત દિવાલ તોડી પાડી દબાણ દૂર કર્યું હતું. આ ડિમોલીશનની કામગીરીમાં સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ તથા રોશની શાખાનો સ્ટાફ હાજર રહ્યો હતો. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મનપાની વિજીલન્સ શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.